News of Saturday, 9th November 2024
મુલ્તાનની હવામાં ‘ઝેર' : દિલ્હી કરતાં છ ગણુ પ્રદુષણ
પાકિસ્તાનના આ શહેરમાં AQI પહોચ્યુ ૨૧૦૦ને પાર : બીજા અનેક શહેરોમાં પણ આવી જ સ્થિતિ : શાળા - કોલેજો - જાહેર સ્થળોએ લોકડાઉન : લોકોને માસ્ક પહેરવા સૂચના : લોકોનું સ્વાસ્થ્ય હાલકડોલક

લાહોર, તા.૯: પાકિસ્તાનના ઘણા શહેરોમાં પ્રદૂષણની હાલત એટલી ખરાબ છે કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. પાકિસ્તાનની પંજાબ સરકારે શાળાઓ અને કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મ્યુઝિયમ અને પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રદૂષણ એટલુ બધુ છે કે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે અને વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. લાહોર, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, શેખુપુરા, કસૂર, નનકાના સાહિબ, ગુજરાત, હાફિઝાબાદ, મંડી બહાઉદ્દીન, ટોબા ટેક સિંહ, વેહારી અને ખાનવાલમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. પાકિસ્તાનનાં આ શહેરોમાં દિલ્હી કરતાં છ ગણું વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે. શાળા-કોલેજો અને જાહેર સ્થળોએ લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. અને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાનના મૂલતાન શહેરમાં AQI 2100ને પાર થયો છે.
પાકિસ્તાનના ઘણા શહેરોમાં પ્રદૂષણની હાલત એટલી ખરાબ છે કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. પાકિસ્તાનની પંજાબ સરકારે શાળાઓ અને કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મ્યુઝિયમ અને પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ધુમાડો એટલો બધો છે કે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ છે અને વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. શુક્રવારે લાહોર, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, શેખુપુરા, કસૂર, નનકાના સાહિબ, ગુજરાત, હાફિઝાબાદ, મંડી બહાઉદ્દીન, ટોબા ટેક સિંહ, વેહારી અને ખાનવાલમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
દક્ષિણ પંજાબના સૌથી મોટા શહેર મુલતાનમાં હવાની ગુણવત્તા સવારે ૮ વાગ્યાથી સવારે ૯ વાગ્યાની વચ્ચે ૨૧૩૫ને પાર કરી ગઈ હતી. હવામાં પીએમ ૨.૫નું પ્રમાણ વધવાને કારણે લોકોની તબિયત લથડવા લાગી છે. મુલતાનનો AQI રાત્રે ૧૦ વાગ્યે ૯૮૦ને પાર કરી ગયો હતો. માત્ર ૩૦૦નું સ્તર ખતરનાક માનવામાં આવે છે.
મુલતાનની ત્રણ ગુણવત્તા મોનિટર ઓફિસમાં હવાની ગુણવત્તા ૨૩૧૩, ૧૬૩૫ અને ૧૫૨૭ નોંધવામાં આવી છે. પાકિસ્તાનના શિક્ષણ વિભાગે પણ ટયુશન સેન્ટરો બંધ કરવાનો આદેશ આપ્યો છે. પ્રદૂષણ રેન્કિંગમાં પાકિસ્તાનના સાત શહેરોની હાલત ખરાબ હતી. લાહોર અને આસપાસના સ્થળોએ પવનની ગતિ ૧૧ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી છે. આવી સ્થિતિમાં પ્રદૂષણનું પ્રમાણ ખતરનાક શ્રેણીને વટાવી ગયું છે.
લાહોરમાં દિવસભર ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહે છે. અહીં પ્રશાસને બાંધકામના કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અહીંનો AQI 784ને પાર કરી ગયો છે. ખતરનાક ધુમ્મસના કારણે રોજિંદા કામકાજ મુશ્કેલ બન્યા છે. લોકોને બહારની હવાના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. લોકો ઘરની બહાર માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.(૨૩.૩૦)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
