<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

પ્રસવ દરમિયાન મહિલાને ઓવરબ્‍લીડીંગ થતા નર્સે પરિજનો પાસે કરાવી વોર્ડની સફાઇ

છત્તીસગઢની શરમજનક ઘટના

 

રાંચી, તા. ૮ :  છત્તીસગઢના બલારામપુર જિલ્લાના વાડફનગર સીવીલ હોસ્‍પિટલમાં દર્દીના પરિજનો પાસે પ્રસવ વોર્ડની સફાઇ કરાવવાનો મામલો સામે આવ્‍યો છે. બુધવારે એક મહિલાને પ્રસવ દરમિયાન ઓવરબ્‍લીડીંગ થતા ડયુટી પર હાજર નર્સ દ્વારા દુર્વ્‍યવહાર કરી પરિજનો પાસે સફાઇ કરાવી હતી.

મહિલાના પરિજનોએ આરોપ લગાડેલ કે, પ્રસુતિ દરમિયાન વધુ પડતા રકતષાાવથી સ્‍થિતિ ગંભીર બની હોવા છતાં નર્સ દ્વારા દુર્વ્‍યવહાર કરી ગંદકીનો હવાલો આપી સફાઇ કરાવાઇ હતી. જે હોસ્‍પિટલની જવાબદારી છે. આ અંગે ઉચ્‍ચ અધિકારીઓને ફરીયાદ કર્યાનું પણ પરિવારજનોએ જણાવ્‍યું હતું.

સિવિલ હોસ્‍પિટલના બીએમઓ શશાંક ગુપ્તાએ જણાવેલ કે, ઘટનાની તપાસ બાદ કાર્યવાહી કરાશે. સ્‍વાસ્‍થ્‍ય સેવાઓમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય, તપાસના આધારે જરૂરી પગલા લેવામાં આવશે.

(3:03 PM IST)