તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 8th November 2024
જમ્મુ કાશ્મીરના કિસ્તવાડમાં બે બીડીજી સભ્યોની હત્યા બાદ લોકોનું પ્રચંડ વિરોધ પ્રદર્શનઃ પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા

(સુરેશ દુગ્ગર દ્વારા) તા.૮: જમ્મુ કાશ્મીરના કીષ્ટવાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા બે ગ્રામ રક્ષા રક્ષકોની હત્યાના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓમાં સ્થાન્ય લોકોના લોકોમાં વિશ્વાસ બહાલ કરવા માટે હત્યામાં સામેલ આતંકવાદીઓને તત્કાલ સમાપ્ત કરવાની માંગ કરી છે.
સ્થાનિક નિવાસીઓએ જિલ્લામાં બંધ પણ રાખ્યું હતું. સનાતન ધર્મ સભામાં શુક્રવારે હત્યાઓના વિરોધમાં પૂર્ણ બંધનું આહ્વન કરાયું હતું. મળતકો બંને બીડીસી સભ્યોની ઓળખ મોહમ્મદ ખલીલ તથા કુલદીપ કુમાર તરીકે થઈ છે. આ હત્યાઓના વિરોધમાં અનેક લોકો જિલ્લાના વિસ્તારમાં એકત્ર થયેલ જ્યાં ટાયરો સળગાવી રસ્તાઓ જામ કર્યા હતા. તેમણે પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ નારા લગાવી ભારત માતા ના જય કોષ કર્યા હતા. આજ સવારે કુંતવાળા અને અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લાગ્યા હતા અને લોકોએ રસ્તા ઉપર જ ધરણા શરૂ કર્યા હતા.
એક અધિકારી મુજબ માર્યા ગયેલ બંને સભ્ય હંમેશા પોતાના પશુઓને ચરાવવા માટે મુંજલાધાર જતા હતા પણ આજે તે પરત ફરિયા ન હતા. આ તાજો હુમલો એવા સમયે થયો છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં બીન જમ્મુ કાશ્મીર કાર્યબળ ઉપર હુમલો અને અથડામણોમાં તેજી જોવા મળી રહી છે.
દરમિયાન નેશનલ કોન્ફરન્સ ના અધ્યક્ષ ડો. ફારુક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ તથા મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ કિસ્તવાડમાં બે બીડીસીની હત્યાની નિંદા કરી હતી.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
