News of Friday, 8th November 2024
ખોવાયેલી ડોગીને શોધવા માટે ૧૦,૦૦૦નું ઇનામ રાખ્યું

ગુડગાંવ, તા.૮: ગુડગાંવનાં પતિ-પત્ની પાલતુ ફીમેલ ડૉગને લઈને ૧ નવેમ્બરે આગરા ફરવા ગયાં હતાં. તાજ વ્યુ હોટેલમાં રોકાયેલું દંપતી બીજા દિવસે ફતેહપુર સીકરી ફરવા ગયું હતું. એટલામાં હોટેલમાંથી તેમની ડૉગી ખોવાઈ ગઈ. હોટેલમાંથી જાણ થતાં પતિ-પત્ની આગરા પાછાં આવ્યાં અને ખોવાયેલી ડૉગીને શોધવામાં લાગી પડ્યાં. ૩ નવેમ્બરે પણ ડૉગી ન મળી એટલે દંપતીએ ડૉગીના ફોટો સાથેનાં પોસ્ટર બનાવડાવ્યાં અને આખા શહેરમાં ચોંટાડી દીધાં. સાથે-સાથે તેમણે શોધી લાવનારને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે. આ સંદર્ભે તેમણે પોલીસને પણ જાણ કરી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
