News of Thursday, 7th November 2024
ગોલ્ડન ટેમ્પલમાં યુવતીએ આપઘાત કરતા સનસનાટી :સાતમા માળેથી છલાંગ લગાવી
યુવતી એકલી સુવર્ણ મંદિર પહોંચી હતી અને તેની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ :યુવતીના આપઘાતના કારણની તપાસ શરૂ

અમૃતસર સુવર્ણ મંદિર પરિસરમાં 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર મચી હતી. છોકરીએ ગુરુદ્વારા બાબા અટલ રાયના સાતમા માળેથી છલાંગ લગાવી હતી. અચાનક બનેલી આ ઘટનાથી કેમ્પસમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેની લાશનો કબજો લીધો હતો
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુવતી એકલી સુવર્ણ મંદિર પહોંચી હતી અને તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવતીના આપઘાતનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિશાલજીત સિંહે જણાવ્યું કે યુવતીની ડેડબોડી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી છે.
સુવર્ણ મંદિર સંકુલમાં સ્થિત સાત માળના ગુરુદ્વારા બાબા અટલ રાયની મુલાકાત લેવાનો જાહેર સમય સવારે 7.30 થી 10.30 સુધીનો હતો. છોકરી સવારે લગભગ 9.30 વાગ્યે બિલ્ડિંગ પર ચઢી અને સાતમા માળેથી છલાંગ લગાવી. યુવતી સુવર્ણ મંદિરમાં દર્શન કરવા આવી હતી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
