<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

અદાણીનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ રદ્દ કરાશે, ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં આપ્યું મોટું વચન: ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે તેને રદ્દ કરી દેવામાં આવશે. કારણ કે મુંબઈ પર તેની ખરાબ અસર પડશે

જો MVA સત્તામાં આવશે તો કોલીવાડા અને ગૌથાણોના કલસ્ટર વિકાસને અટકાવી દેવાશે અને રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી જ કરવામાં આવશે

મુંબઈ તા.૭ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના(UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં તેમણે અદાણી સમુહને આપવામાં આવેલ ધારાવી રિડેવલપમેન્ટ પરિયોજનાને રદ્દ કરવાનો વાયદો કર્યો છે. 

ધારાવી પ્રોજેક્ટ રદ્દ કરવાનો વાયદો 

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે તેને રદ્દ કરી દેવામાં આવશે. કારણ કે મુંબઈ પર તેની ખરાબ અસર પડશે. ઝડપથી વધી રહેલા શહેરીકરણને ધ્યાનમાં રાખતાં મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં હાઉસિંગ પોલિસી બનાવવામાં આવશે. જો MVA સત્તામાં આવશે તો કોલીવાડા અને ગૌથાણોના કલસ્ટર વિકાસને અટકાવી દેવાશે અને રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી જ કરવામાં આવશે. 

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે જેવી રીતે રાજ્યોમાં વિદ્યાર્થીનીઓને સરકારી નીતિઓ હેઠળ મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે MVA સત્તામાં આવે છે તો તેને વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામાં આવશે. જરુરી વસ્તુઓની કિંમતોને પણ સ્થિર રાખવામાં આવશે. તેમની પાર્ટી રોજગારીના સર્જન માટે પણ કામ કરશે.

(4:47 PM IST)