<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ટ્રમ્‍પ સરકારમાં વડોદરાના કાશ પટેલ બની શકે છે CIA ચીફ

ર૦૧૬ની ચૂંટણીમાં રશીયન હસ્‍તક્ષેપ અંગે નૂન્‍સ મેમો ડ્રાફટ તૈયાર કરવામાં અગત્‍યની ભૂમિકા ભજવેલ

ન્‍યુયોર્ક તા. ૭: અમેરિકામાં ટ્રમ્‍પનું શાસન આવતા જ ટ્રમ્‍પ અને તેમના સહયોગીઓએ ઊંચા હોદ્દા પર પસંદગીઓ પર વિચારવાનું શરૂ કરી દીધું છે. તેમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ તેમના વિશ્વસ્‍ત અને ખાસ વ્‍યક્‍તિ ભારત વંશી કશ્‍યપ ઉર્ફે કાશ પટેલને રાષ્‍ટ્રીય સુરક્ષાની જવાબદારી સોપતા મહત્ત્વનો હોદ્દો સોપી શકે છે.

ટ્રમ્‍પને સેન્‍ટ્રલ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સી (CIA)ના ચીફ બનાવાય તેવી સંભાવના છે. તે આ હોદ્દા માટેને ટોચના દાવેદારોમાંથી એક છે. ટ્રમ્‍પના ઘણા સહયોગીઓએ CIAના વડા તરીકે કાશ પટેલનું નામ આગળ ધર્યું છે. ૪૪ વર્ષીય કાશ પટેલ ટ્રમ્‍પના વફાદાર છે. તે ભારતીય મૂળના છે. તેમનો જન્‍મ ૧૯૮૦માં ગાર્ડન સિટી, ન્‍યૂયોર્કમાં ગુજરાતી ભારતીય ફેમિલીના ત્‍યાં થયો હતો. તે પૂર્વ આફ્રિકાથી કેનેડાના રસ્‍તે અમેરિકામાં આવી વસ્‍યા હતા.

કાશ પટેલ વડોદરાના છે. કાશ પટેલે રિચમંડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્‍યુએશનનો અભ્‍યાસ કર્યો છે અને યૂનિવર્સિટી કોલેજ લંડનથી આંતરરાષ્‍ટ્રીય કાયદામાં પ્રમાણ પત્રની સાથે સાથે કાયદાની ડિગ્રી પણ મેળવી છે.

કાશ પટેલના કરિયરમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે તેમણે ડેવિન નૂન્‍સ દ્વારા નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા જે તે સમયે ઇન્‍ટેલિજન્‍સ પર હાઉસ પરમેનન્‍ટ સિલેક્‍ટ કમિટીના અધ્‍યક્ષ હતા જેથી ૨૦૧૬ના રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં રશિયન હસ્‍તક્ષેપની સમિતિની તપાસનું નેતળત્ત્વ કરી શકાય. કાશ પટેલે નૂન્‍સ મેમોનો ડ્રાફ્‌ટ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે એક પૂર્વ ટ્રમ્‍પ અભિયાન સ્‍વયંસેવક માટે સર્વેલન્‍સ વોરંટ મેળવવામાં ન્‍યાય વિભાગની પદ્ધતિઓની ટીકા કરવામાં આવી હતી. મેમોએ નોંધપાત્ર ધ્‍યાન આકર્ષિત કર્યું અને ટ્રમ્‍પને પ્રભાવિત કર્યા હતા

(4:26 PM IST)