News of Thursday, 7th November 2024
ગુજરાતી પરિવારે મુંબઈમાં ૧૯૮ કરોડ રૂપિયામાં ખરીદ્યા બે એપાર્ટમેન્ટ
બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના ૬૨મા માળે આવેલા છે. જેમાં ૧૦ કાર પાર્કિંગ સ્પેસનો સમાવેશ થાય છે

મુંબઇ,તા.૭ : ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓમાંના એક અને આરઆર કેબલ લિમિટેડના (RR Cable Limited) પ્રમોટર ગોપાલ કાબરા અને તેમના પરિવારના સભ્યોએ મુંબઈના વરલી વિસ્તારમાં રૂ. ૧૯૮ કરોડના બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. મુંબઈમાં જે પ્રોજેક્ટમાં કાબરા પરિવારે આ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે તે ખૂબ જ વૈભવી છે.
એક સમયે ઈલેક્ટ્રીકલ સામાનની દુકાન ચલાવતા રામેશ્વર લાલ કાબરાના પરિવારે મુંબઈમાં ૧૯૮ કરોડ રૂપિયામાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. કાબરા પરિવાર વતી ગોપાલ કાબરા અને તેમના પરિવારે વર્લીમાં એક એપાર્ટમેન્ટ માટે રૂ. ૧૯૮ કરોડમાં સોદો કર્યો છે. કાબરા પરિવાર ગુજરાતના વડોદરા સાથે સંકળાયેલો છે, જોકે વર્ષો પહેલા આ પરિવાર બાંગ્લાદેશથી નેપાળ અને પછી ભારત આવ્યો હતો. આ પછી રામેશ્વર લાલ કાબરાએ એક દુકાનમાંથી આરઆર કેબલ બ્રાન્ડની (RR Cable brand) સ્થાપના કરી. કાબરા પરિવારે ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટમાં ૧૩,૮૦૯ ચોરસ ફૂટમાં ફેલાયેલા બે લક્ઝરી એપાર્ટમેન્ટ્સ લીધા છે.
આ ઓબેરોય રિયલ્ટીનો લક્ઝરી પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના ૬૨મા માળે આવેલા છે. દસ્તાવેજો અનુસાર, આને ૧.૪૩ લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી વધુના દરે વેચવામાં આવ્યા છે. કાબરા પરિવારે એપાર્ટમેન્ટ માટે રૂ. ૭.૨૯ કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. ૬૦,૦૦૦ની નોંધણી ફી ચૂકવી છે.
બે એપાર્ટમેન્ટ યુનિટ પૈકી એક ૭,૧૬૭ ચોરસ ફૂટનું છે અને તેમાં પાંચ કાર ર્પાકિંગની જગ્યાઓ છે. આ એપાર્ટમેન્ટ ૬૨મા માળે આવેલું છે અને તેની કિંમત ૧૦૨.૭૬ કરોડ રૂપિયા છે. તે રાજેશ કાબરા અને મોનલ કાબરાના નામે નોંધાયેલ છે. આ જ ફ્લોર પરનું બીજું એપાર્ટમેન્ટ ૬,૬૪૨ ચોરસ ફૂટનું છે અને તેમાં પાંચ કાર ર્પાકિંગની જગ્યા છે. તેની કિંમત ૯૫.૪૦ કરોડ રૂપિયા છે.
દસ્તાવેજો અનુસાર આ એપાર્ટેન્ટ કળતિદેવી કાબરા અને ગોપાલ કાબરાએ ખરીદ્યા છે. જેમાં ૧૦ કાર ર્પાકિંગ સ્પેસનો સમાવેશ થાય છે. આરઆર ગ્લોબલનાએમડી અને ગ્રૂપ પે્રસિડેન્ટ ગોપાલ કાબરા પરિવારના વડા રામેશ્વર લાલ કાબરાના પુત્ર છે. અગાઉ, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂરે આ વર્ષે મે મહિનામાં લગભગ રૂ. ૬૦ કરોડમાં ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટ પ્રોજેક્ટમાં ૫,૩૯૫ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. RR કેબલ પાસે હવે સિલ્વાસા અને વાઘોડિયામાં ઉત્પાદન એકમો છે.
ઓબેરોય રિયલ્ટીનો થ્રી સિક્સ્ટી વેસ્ટ ખૂબ જ પોશ પ્રોજેક્ટ છે. થ્રી સિક્સ્ટી વેસ્ટ વર્લીમાં સ્થિત છે. તે બે ટાવર ધરાવે છે. જેમાં ૪ ગ્ણ્ધ્ અને ૫ ગ્ણ્ધ્ યુનિટ છે. આ પ્રોજેક્ટમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ પણ છે. એકમાં રિટ્ઝ-કાર્લટન હોટેલ છે. દરેક ઘરમાંથી અદભૂત સમુદ્રના નજારા જોવા મળે તે માટે પ્રોજેક્ટના બંને ટાવરને ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન આધુનિક ટેક્રોલોજી સાથે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. પ્રોજેક્ટને ૨૦૨૨ માં તેનું ઓકયુપેશન પ્રમાણપત્ર મળ્યું. સી-વ્યૂ પ્રોજેક્ટ તેનું નામ કદાચ એટલા માટે પડ્યું છે કે તેની ઊંચાઈ ૩૬૦ મીટર છે અને તમામ એપાર્ટમેન્ટ્સ પヘમિ તરફ છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
