<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૧૪

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ ૧૪: પોતાના પુરા અવધાનને પોતાના

મેરૂદંડના મધ્‍યભાગમાં કમળ- તંતુ જેવા કોમળ સ્‍નાયુમાં સ્‍થિત કરો અને એમાં રૂપાતરિત થઇ જાઓ

આ સુત્ર માટે, ધ્‍યાનની આ વિધી માટે તમારે પોતાની આંખો બંધ કરી દેવી જોઇએ અને પોતાના મેરૂદંડને પોતાની કરોડના હાડકાને જોવું જોઇએ, જોવાનો ભાવ કરવો જોઇએ. એ સારૂ રહેશે કે કોઇ શરીર શાસ્‍ત્રના પુસ્‍તકમાં કે કોઇ દવાખાનામાં કે મેડીકલ કોલેજમાં જઇને શરીરની સરપંચને જોઇને સમજી લો. ત્‍યારે આંખો બંધ કરો અને મેરૂદંડ ઉપર અવધાન લગાવો. એને ભીતરની આંખોથી જુઓ અને બરાબર  એના મધ્‍યમાંથી જઇ રહેલા કમલ-તંતુ જેવા કોમળ સ્‍નાયુનો ભાવ કરો.

 જો સંભવ હોય તો સ્‍નાયુ ઉપર અવધાનને એકાગ્ર કરો અને ત્‍યારે ભીતરથી, મધ્‍યમાંથી જઇ રહેલા કમલ-તંતુ જેવા સ્‍નાયુ ઉેપર એકાગ્ર થાઓ અને એ જ એકાગ્રતા તમને તમારા કેન્‍દ્ર ઉપર આરૂઢ કરી દેશે. કેમ? કારણ કે મેરૂદંડ તમારી આખી શરીર રચનાનો આધાર છે. વધુ એની સાથે જોડાયેલુ છે. સંયુકત છે. સાચુ તો એ છે કે તમારૂ મસ્‍તક એ મેરૂદંડનો એક છેડો છે. શરીરશાસ્‍ત્રી કહે  છે. કે મસ્‍તક મેરૂદંડનો જ વિસ્‍તાર છે. તમારૂ મસ્‍તક મેરૂદંડનો વિકાસ છે અને તમારી કરોડ તમારા શરીર સાથે સંબંધિત છે, બધું એની સાથે સંબંધીત છે. આ જ કારણ છે કે એને કરોડ (રીઢ) કહેવાય છે., આધાર કહીએ છીએ. તો પહેલા તો મેરૂદંડની કલ્‍પના કરો. એને મનની આંખોથી જુઓ. તમને અદ્‌ભૂત અનુભવ થશે. જથો મેરૂદંડનું મનોદર્શન કરવાનો પ્રયત્‍ન કરો તો એ દર્શન સંભવ છે અને જો તેમ સતત એ ચેષ્‍ઠામાં લાગેલા રહ્યા તો કલ્‍પનામાં જ નહી પણ યથાર્થમાં પણ પોતાના મેરૂદંડને જોઇ શકો છો.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:50 AM IST)