<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

રસોડા ઉપર ફુટયો ‘મોંઘવારીનો બોંબ' : ઘરનું ખાવાનું ૨૦% મોંઘું થયું

ડુંગળી - બટેટા - ટમેટાએ રાડ બોલાવી દીધી : ભાવ આસમાને પહોંચતા ભોજન મોંઘુ થયું : ઓકટોબર મહિનાએ બગાડયું ‘રસોડાનું બજેટ' : ૩૩.૩ રૂપિયા પહોંચી શાકાહારી થાળીની કિંમત

મુંબઇ, તા.૭: દેશમાં ઓક્‍ટોબર માહેનામાં શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. જેના કારણે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના ઘરમાં બતાવવામાં આવતું ભોજન મોંઘુ થઈ ગયું છે, તેમ એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે.

રેટિંગ એજન્‍સી ક્રિસલના એક વિભાગે કહ્યું કે શાકાહારી થાળીની કિંમતો ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨૦ ટકાથી વધીને ૩૩.૩ ટકા પ્રતિ થાળી થઈ ગઈ છે, અને સષ્ટેમ્‍બરમાં ૩૧.૩ રૂપિયાથી વધુ થઈ ગઈ, જેનું મુખ્‍ય કારણ એ છે કે શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્‍યો છે.

માસિક ‘રોટલી ચોખા દર' રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે ઓક્‍ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં ગત વર્ષની તુલનામાં ૪૬ ટકાનો વધારો થયો છે, જ્‍યારે બટાકાની કિંમતોમાં ૫૧ ટકાનો વધારો થયો છે, જેનું મુખ્‍ય કારણ સતત વરસાદ છે, જેના કારણે આવક ઓછી થઈ અને મહારાષ્‍ટ્ર અને કર્ણાટકમાં ડુંગળી-બટાકાના પાકને અસર થઈ હતી.

આ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્‍યું છે કે, ટામેટાની કિંમતો એક વર્ષ પહેલાના સમાન ગાળામાં ૨૯ રૂપિયા પ્રતિ ક્‍લોગ્રામથી બમણી થઈને રૂપિયા ૬૪ પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે, કારણ કે વરસાદને કારણે આવક પ્રભાવિત થઈ છે. મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને હિમાચલ પ્રદેશમાંથી પુરવઠાની સાથે નવેમ્‍બરમાં આ વસ્‍તુઓની કિંમતો સ્‍થિર રહેવાની શકયતા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે, શાકભાજીની કિંમતોનો કુલ થાળીના ખર્ચમાં ૧૦ ટકા ભાર હોય છે, અને એટલા માટે ઉતાર-ચઢાવે કુલખર્ચનો પ્રભાવિત કર્યો છે. આ સાથે, રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, ઘરમાં બનતી માંસાહારી થાળીની કિંમતો ઓક્‍ટોબરમાં ૬૧.૬ રૂપિયા હતી, જ્‍યારે એક મહિના પહેલાનાસમાનગાળામાંઆ ૫૯.૩ રૂપિયા અને એક વર્ષ પહેલાના સમાન ગાળામાં ૫૮.૬ રૂપિયા હતી. શાકભાજીની કિંમતો, જે માંસાહારી થાળીના ખર્ચનો ૨૩ ટકા હિસ્‍સો છે. આમ, શાકભાજીના ભાવમાં વધારો થતા શાકાહારી અને માંસાહારી ખાવાનું મોંઘુ બન્‍યું છે.

(10:58 AM IST)