News of Thursday, 7th November 2024
જમ્મુ - કાશ્મીર વિધાનસભામાં કલમ-૩૭૦ મામલે શાસક - વિપક્ષ ધારાસભ્યો બાખડયા : ઝપાઝપી : ધક્કામુક્કી : જોરદાર હંગામો

શ્રીનગર, તા. ૭ : જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પાંચ દિવસના સત્રનો પ્રારંભ હંગામા સાથે થયો હતો. વિધાનસભામાં ખતમ થઈ ચૂકેલા આર્ટિકલ ૩૭૦ને લઈને હંગામો જારી છે આજે વિધાનસભામાં વિધાનસભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. હજી એક દિવસ પહેલાં જ આર્ટિકલ ૩૭૦ મુદ્દે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. એ દરમ્યાન ભારે હંગામો થયો હતો. ભાજપે એનો વિરોધ કર્યો હતો.
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ગુરુવાર મોટી બબાલ થઈ હતી. કલમ ૩૭૦ની વાપસીના મુદા પર પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ થયું હતું. એનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્યો એકબીજાને ધક્કા મારતા દેખાય છે.
કે બારામુલાથી લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઇ ખુર્શીદ અહમદ શેખે સદનમાં આર્ટિકલ ૩૭૦નું બેનર બતાવતાં પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ બેનર બતાવવાને મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો. ત્યાર બાદ ગળહને થોડી વાર માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
વિધાનસભાની સ્થિતિ એવી થઇ ગઇ છે કે માર્શલને બચાવવા માટે વચ્ચે આવવું પડ્યું. વિધાનસભામાં હંગામો કરી રહેલા વિપક્ષના કેટલાક ધારાસભ્યોને માર્શલોએ બહારનો રસ્તો બતાવ્યો. ત્યાર બાદ ગળહની કાર્યવાહી થોડી વાર માટે સ્થગિત કરી દીધી છે.
અહમદ શેખ લંગેટ વિધાનસભા સીટ પરથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ આર્ટિકલ ૩૭૦ અને ૩૫ A ને ફરીથી બહાલ કરવા માટે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
