<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ભારે કરી : પત્‍નિ આપતી હતી દરરોજ ૩ ચેન ચોરી કરવાનો ટાર્ગેટ

૨ પત્‍નિ અને એક ગર્લફ્રેન્‍ડ રાખતા ચોરની કહાની : લગભગ ૨૦૦ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન છીનવી ચૂકયો છે : ધરપકડ

બેંગલુરુ, તા.૭: એક શોખીન બાઈક રેસર, જે બાદમાં માઈનિંગ ટ્રાન્‍સપોર્ટર અને પછી ચેન તોચર બની ગયો. હાલમાં જ પોલીસે આ તોચરની ધરપકડ કરી છે. કહેવાય છે કે, ૩૭ વર્ષનો આ ચેન તોચર સેનામાંથી રિટાયર્ડ પોલીસ અધિકારીનો દીકરો છે, જે લગભગ ૨૦૦ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન છીનવી ચૂકયો છે.

કહેવાય છે કે ઈન્‍ટરનેશનલ ચેન તોચિંગના આરોપીની ઓળખ વિષ્‍ણુનાથ કોલિવાડા ઉર્ફ અચ્‍યુત કુમાર ઉર્ફ ગની તરીકે થઈ છે, જે ધારવાડના કોલિવાડનો રહેવાસી છે. એક કોલેજ ડ્રોપઆઉટ છે અને તેને હૈદરાબાદ પોલીસે સપ્‍ટેમ્‍બરમાં એક સોનાની ચેન છીનવ્‍યા બાદ ભાગવાની કોશિશ કરતા પકડી પાડ્‍યો હતો. પોલીસે તેની પાસેથી અમુક ચેન જપ્ત કરી અને ત્‍યારબાદ તેલંગાણાની રાજધાનીના ચેરલાપલ્લી સેન્‍ટ્રલ જેલમાં બંધ હતો.

ગની ૧૯ ઓગસ્‍ટના રોજ ગિરિનગર પોલીસ સરહદમાં નોંધાયેલ એક ચેન તોચિંગ કેસમાં વોન્‍ટેડ હતો. એટલા માટે પોલીસે ૧૧ ઓક્‍ટોબરના રોજ એક વોરંટ પર ધરપકડમાં લીધો અને તેને બેંગલુરુ લઈ ગયા. ગની સાથે પૂછપરછમાં બેંગલુરુમાં આઠ અને ધારવાડમાં બે ચેન તોચિંગ કેસમાં તેની ભૂમિકા હોવાનું સામે આવ્‍યું. આરોપી ગનીએ પોલીસ સામે ડીંગ મારી કે ‘‘હું એક બાઈક રેસર છું. કોઈ પણ, પોલીસ પણ મને બાઈક પર પકડી શકતી નથી.'' ગનીએ આગળ દાવો કર્યો કે, તેણે પોતાની યુવાનીમાં બાઈક રેસિંગમાં બે ગોલ્‍ડ મેડલ જીત્‍યા હતા.

એક સુખી સંપન્ન પરિવારમાં જન્‍મેલા ગનીએ લગભગ ૬૦ ટ્રક ખરીદ્યા અને તેને માઈનિંગના બિઝનેસમાં લગાવી દીધા. નુકસાન વેઠ્‍યા બાદ તેણે તમામ ટ્રક વેચી દીધા અને બાદમાં ચેન તોચર બની ગયો. તેણે ૨૦૧૪માં પોતાના પિતાના મળત્‍યુ બાદ સોનાના ચેન છીનવવાનો ધંધો શરૂ કર્યો. તેણે બેંગલુરુ, ધારવાડ, હુબલી, બલ્લારી, હોસપેટ, હાવેરી, કુમટા, તુમકુર, હાસન અને કર્ણાટકની અન્‍ય જગ્‍યા પર ચેન તોચિંગ કર્યા. તેણે હૈદરાબાદમાં બે અને પુણેમાં અમુક જગ્‍યાએ ચેન ચોર્યા છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ગનીએ બે વાર લગ્ન કર્યા છે. તેની બીજી પત્‍ની મહાદેવી, જે તેને દરરોજ કમસે કમ ત્રણ ચેન ચોરી કરવાનો ટાર્ગેટ આપતી હતી. પોલીસે ગનીની પત્‍નીને વર્ષ ૨૦૧૮માં પોતાના પતિ સાથે ષડયંત્ર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. બેંગલુરુ સેન્‍ટ્રલ જેલમાં રહેવા દરમ્‍યાન તેણે પ્રજ્‍વલ અને પ્રસન્ન કુમાર સાથે દોસ્‍તી થઈ અને તેની સાથે મળીને અમુક ગુન્‍હા કર્યા. પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, ગની મોટા ભાગે લૂંટની ઘટનાઓ એકલો જ કરતો હતો. ગની હાલમાં એક મહિલા સાથે રહે છે, જેને વેશ્‍યાવળત્તિના કેસમાં ધરપકડ કરી હતી અને તે જેલમાં બંધ છે.

ગની જુગાર અને વેશ્‍યાવળત્તિ પર ખૂબ પૈસા ખર્ચ કરતો હતો. તેની પાસે ત્રણ બાઈક છે. જેને પોલીસે જપ્ત કરી લીધા છે. ચેન ચોર્યા બાદ તે ગોવા જતો હતો અને કેસિનો અને વેશ્‍યાલયોમાં પૈસા ઉડાવતો હતો. ધરપકડથી બચવા માટે તે હંમેશા પોતાનું ઘર બદલતો રહેતો. તેનો મોટા ભાગે શિકાર ઘરડી મહિલાઓ રહેતી હતી. તેણે પોલીસને જણાવ્‍યું છે કે, ‘જેલમાંથી છૂટયા બાદ પણ તે આ કામ કરતો રહેશે.' હાલમાં તે ચેરલાપલ્લી સેન્‍ટ્રલ જેલમાં પાછો આવી ગયો છે.

(10:17 AM IST)