<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

અમેરિકી મુસ્‍લિમોએ ખુલ્લેઆમ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને મત આપ્‍યો

હેરિસને ભારે પડી અલ્‍પસંખ્‍યકોની નારાજગી : મિશિગન જેવા મુસ્‍લિમ બહુમતીવાળા રાજ્‍યમાં પણ ટ્રમ્‍પને શાનદાર જીત મળી છે જોકે અમેરિકન મુસ્‍લિમોને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક માનવામાં આવે છે

વોશિંગટનઃ અમેરિકાને તેના ૪૭મા રાષ્‍ટ્રપતિ મળી ગયા છે... ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ફરી એકવાર ચૂંટણીમાં ભવ્‍ય જીત હાંસલ કરીને સુપરપાવર અમેરિકાના સુપર બોસ બની ગયા છે... તેમણે ભવ્‍ય જીત બાદ પોતાની સ્‍પીચમાં અમેરિકાના તમામ રાજ્‍યના તમામ સમાજના લોકોનો આભાર માન્‍યો... ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સ્‍વિંગ સ્‍ટેટ સહિત મુસ્‍લિમ -ભાવિત રાજ્‍યમાં પણ સારો -તિસાદ મળ્‍યો

ભારતમાં રહેતાં મુસ્‍લિમ લોકો પણ માને છે કે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઈઝરાયલ અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરાવશે... અને તેનો સંકેત ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વિક્‍ટ્રી સ્‍પીચમાં આપી દીધો છે. મિડલ ઈસ્‍ટમાં શાંતિ સ્‍થાપિત કરવાનો તે -યાસ કરશે. તેમણે સતત યુદ્ધને રોકવાની વકાલત કરી છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પને અમેરિકામાં મુસ્‍લિમોનું સારું એવું સમર્થન મળ્‍યું છે... જેનો પુરાવો મિશિગનમાં મળેલી જીત છે... કેમ કે મિશિગન હંમેશા ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ રહ્યો છે... આ વખતની ચૂંટણીમાં. ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ૨૭ લાખ ૫૬ ૨૮૭ મત મળ્‍યા. જ્‍યારે કમલા હેરિસને ૨૬ લાખ ૬૪ ૮૬૫ મત મળ્‍યા છે.

આજ કારણ છે કે ટ્રમ્‍પે ચૂંટણી જીત્‍યા પછી અમેરિકામાં રહેતાં મુસ્‍લિમો સહિત તમામ લોકોનો આભાર માન્‍યો હતો.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ભરે ટ્રાવેલ બેનની વાત કરી રહ્યા હોય કે પછી બીજી કોઈ... પરંતુ મુસ્‍લિમ મતદારોને મિડલ ઈસ્‍ટમાં શાંતિ સ્‍થાપિત કરવાની વાત જરૂર સમજમાં આવી રહી છે... આ જ કારણ છે કે આ ચૂંટણીમાં તેમણે ટ્રમ્‍પ માટે પોતાના દિલના દરવાજા ખોલી નાંખ્‍યા... જ્‍યારે કમલા હેરિસ માટે દરવાજા બંધ કરી દીધા... ત્‍યારે એ જોવાનું રહેશે કે ટ્રમ્‍પ મિડલ ઈસ્‍ટમાં ચાલતા યુદ્ધને રોકવા માટે કેવા -યાસો કરે છે?

(5:08 PM IST)