News of Sunday, 3rd November 2024
ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં એક યુવતી અર્ધ નગ્ન થઇ હિજારના વિરોધમાં ઉઠાવ્યો અવાજ : જુઓ વિડિઓ
પોલીસે આ કૃત્ય બદલ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવીઃ યુવતી અર્ધ નગ્ન વીડિયો સોશિયલ મીડીયા પર થઇ વાયરલ

A student at Iran’s University of Science and Research was accosted by Islamic Regime morality police for showing her hair beneath her hijab. They tore her clothes as they attacked her.
— The Persian Jewess (@persianjewess) November 2, 2024
So in protest she took her clothes off and stood in the square in nothing but her underwear.… pic.twitter.com/K7x6glNccG
નવી દિલ્હીઃ ઈરાનમાં કડક ડ્રેસ કોડ છે. સરકારે મહિલાઓ પર કપડાં પહેરવા અંગે ઘણા નિયંત્રણો લાદ્યા છે. ત્યાંની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી આ પ્રતિબંધો સામે અવાજ ઉઠાવી રહી છે. આ દરમિયાન ઈરાનથી આવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક છોકરી અર્ધ-નગ્ન અવસ્થામાં જાહેર સ્થળે ફરતી જોવા મળે છે.
આ ઘટના શનિવારે ઈરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થિની કપડા ઉતારીને ફરતી જોવા મળે છે. જોકે, આ કૃત્ય બદલ યુવતીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પોલીસે યુવતીની પૂછપરછ કરી હતી. આ પછી પોલીસે કહ્યું કે છોકરી ગંભીર માનસિક દબાણ હેઠળ હતી. તેને માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કહ્યું કે યુવતીએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને આવું કર્યું. યુવતીની ધરપકડ બાદ શું થયું? આ માહિતી બહાર આવી નથી.
નોંધનીય છે કે ઘણી આંતરરાષ્ટ્રીય યુવતીઓ અને સામાજિક સંગઠનોએ વિદ્યાર્થીનીને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની માંગ કરી છે. વર્ષ 2022માં એક યુવતીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના મારને કારણે મોત થયું હોવાનો આરોપ
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
