તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 1st November 2024
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો : 3 લોકો ઘાયલ: ઘેરાબંધી
સેનાની જવાબી કાર્યવાહીમાં આતંકીઓ ભાગી ગયા:આ પહેલા આતંકવાદીઓએ બડગામમાં બે પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો: સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું.

શ્રીનગર. ઉત્તર કાશ્મીરના બાંદીપોરમાં 14 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો છે. જવાનોની જવાબી કાર્યવાહીમાં આતંકીઓ પૂંછડી દબાવીને ભાગતા જોવા મળ્યા હતા. આ હુમલામાં 3 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આના થોડા સમય પહેલા બડગામમાં આતંકવાદીઓએ બે પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો. જે બાદ સેનાએ આતંકીઓને પકડવા માટે ઘેરાબંધી શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ હુમલાના થોડા સમય પહેલા બડગામ જિલ્લાના મગમના મઝમામાં આતંકવાદીઓએ મજૂરોને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા યુવકોની ઓળખ ઉસ્માન અને સુફિયાન તરીકે થઈ છે અને તે બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. 18 ઓક્ટોબર પછી આ પાંચમો આતંકી હુમલો હતો અને હવે બાંદીપોરમાં છઠ્ઠો આતંકી હુમલો છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં ચૂંટાયેલી સરકારની રચના બાદ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા આ છઠ્ઠો હુમલો છે. આના થોડા સમય પહેલા જ બડગામમાં આતંકવાદીઓએ બે મજૂરો પર ગોળીબાર કર્યો હતો.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
