News of Tuesday, 29th October 2024
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલો: અંધાધૂંધ ગોળીબારમાં 5 મજૂરોના મોત
આતંકવાદીઓએ પંજગુર જિલ્લાના પરમ વિસ્તારમાં ડેમ સાઇટ પર સમારકામના કામમાં રોકાયેલા સુરક્ષા અધિકારીઓ અને મજૂરો પર હુમલો કર્યો.

પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના પંજગુર જિલ્લામાં એક ડેમ બાંધકામ સ્થળ પર મંગળવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા પાંચ કામદારો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા હતા
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કહ્યું કે, આતંકવાદીઓએ પંજગુર જિલ્લાના પરમ વિસ્તારમાં ડેમ સાઇટ પર સમારકામના કામમાં રોકાયેલા સુરક્ષા અધિકારીઓ અને મજૂરો પર હુમલો કર્યો હતો જેમાં પાંચ મજૂરોએ જીવ ગુમાવ્યા છે .અન્ય બે મજૂરો ઘાયલ થયા છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
