News of Wednesday, 23rd October 2024
વડોદરાના વિખ્યાત રત્નમ બીલ્ડર્સ ગ્રુપ ઉપર ઇન્કમટેક્ષના દરોડાઃ ૭૦ અધિકારીઓ ૧૮ સ્થળે ત્રાટકયા
જુનાગઢમાં બે ભાગીદારો પણ ઝપટેઃ દિવાળી ટાણે જ આઇટીની રેડથી સન્નાટો

રાજકોટ તા. ર૩ :.. આજે વહેલી સવારથી દિવાળી ટાણે જ ઇન્કમટેક્ષના તંત્રે વડોદરા અને જુનાગઢમાં દરોડાનો દોર શરૂ કરતા બિલ્ડર લોબીમાં સન્નાટો પ્રસરી ગયો છે.
રાજકોટ-વડોદરાના ટોચના અધિકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વડોદરાના બહુ મોટા ગજાના અને બિલ્ડીંગ-કન્સ્ટ્રકશન ક્ષેત્રે વિખ્યાત રત્નમ બિલ્ડર્સ ગ્રુપ ઉપર આઇટીના તંત્રે રેડ શરૂ કરતા ભારે હલચલ મચી છે, કુલ ૭૦ જેટલા અધિકારીઓ ૧૮ સ્થળે ત્રાટકયાનું સુત્રોએ ઉમેર્યુ હતું. આ રેડ બહુ મોટા ગજાના અને વિખ્યાત ગજેરા ગ્રુપ ઉપર હોવાની ભારે ચર્ચા છે.
દરમિયાન આજે સવારે રાજકોટથી પણ આ રત્નમ ગ્રુપના બે ભાગીદાર જૂનાગઢ ક્ષેત્રમાં હોય ત્યાં પણ રેડ ચાલુ થયાનું સાધનો ઉમેરી રહ્યા છે, રાજકોટમાં ર થી ૩ સ્થળે તપાસ હોવાનું બહાર આવ્યું છે, પરંતુ રાજકોટ બાબતે સત્તાવાર વિગતો પ્રાપ્ય બની નથી.
ઇન્કમટેક્ષના અધીકારી સુત્રોના કહેવા મુજબ વડોદરાના વોર્ડ વિઝાર્ડ ગ્રુપ, માધવ ગ્રુપ તથા રત્નમ ગ્રુપ ઝપટે ચડયા છે, જાણીતા બિલ્ડર નિલેશ શેઠ, સોનક શાહ અને તેમના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્ષ ત્રાટકયું છે, મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળવાની શકયતા વર્તુળો દાખવી રહ્યા છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
