News of Wednesday, 23rd October 2024
ઉત્તર પ્રદેશમાં હત્યા કરીને ભાગી છૂટેલા હત્યારાને સુરત ક્રાઇમ બ્રાન્ચે પાલી ગામથી ઝડપ્યો
યુપીના જોનપુર ખાતે અપહરણ વિથ હત્યાનો બનાવ: માત્ર 180 રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરીને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો

ઉતર પ્રદેશના જોનપુર ખાતે અપહરણ વિથ હત્યાનો બનાવ બન્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. માત્ર 180 રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરીને હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 6 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના બસસાઠી પોલીસ મથકમાં અપહરણ વીથ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં વિવેક યાદવ નામના યુવકનું અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયા હતા. બે દિવસ બાદ 8 ઑક્ટોબરે ભદોઈ જિલ્લાની બીરમપુર ગામની સીમમાં અપહ્યત વિવેક યાદવની હત્યા કરાયેલી હાલતમાં લાશ ળી આવી હતી.
આ મામલે તપાસ કરતા રાજબહાદૂર અને લવકુશના સાગરિતો રાજુ યાદવ અને દીપક યાદવે માત્ર 180 રૂપિયાની લેતીદેતી મામલે વિવેક યાદવનું અપહરણ કરીને લઈ ગયા બાત તેની હત્યા કરી નાંખી હતી.
આ ગુનામાં સંડોવાયેલો આરોપી દીપક ઉર્ફે સરકાર હંસરાજ ઉર્ફે વંશરાજ ઉર્ફે મકલ્લુ યાદવને સુરતના સચિન પાલી ગામ પાસેથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે. હાલ આરોપીનો કબજો ઉતર પ્રદેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
