<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

બબીતા ફોગાટ WFI ચીફ બનવા માગતી હતીઃ તેણે

રેસલર્સને વિરોધ કરવા ઉશ્‍કેર્યા હતાઃ સાક્ષીનો મોટો દાવો

નવી દિલ્‍હી તા. રરઃ પૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ફોગાટને લઇને મોટો દાવો કર્યો છે. એક મીડિયા ઇન્‍ટરવ્‍યુમાં સાક્ષી મલિકે જણાવ્‍યું હતું કે, ‘બબીતા ફોગાટે જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્‍કેર્યા હતા, કારણ કે તે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્‍ડિયાના પ્રમુખ પદેથી હટાવીને પ્રમુખ બનવા માગતી હતી.'

સાક્ષી મલિકે વધુમાં જણાવ્‍યું હતું કે, ‘બબીતા ફોગાટે ઘણાં પહેલવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પહેલવાનોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.'

ભાજપના નેતાઓ પર આરોપ લગાવતા સાક્ષી મલિકે જણાવ્‍યું હતું કે, ‘ભાજપના બે નેતાઓ બબીતા ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ફોગાટે બ્રીજભૂષણ શરણસિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્‍ડા હતો. તે ડબ્‍લ્‍યુએફઆઇના પ્રમુખ બનવા માંગતી હતી.'

(2:33 PM IST)