News of Tuesday, 22nd October 2024
અમિત શાહજી મહેનતુ નેતાઃ એક અસાધારણ પ્રશાસકઃ ભાજપને મજબુત કરવા જીવન સમર્પિત કર્યુઃ નરેન્દ્રભાઇ
પીએમ મોદીએ ગૃહમંત્રીને પાઠવી જન્મ દિવસની શુભેચ્છા

નવી દિલ્હી :. કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઇ શાહ આજે તેમનો ૬૦મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ થયો હતો. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સરકાર તેમજ ભાજપ સંગઠનમાં તેમના યોગદાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ તેમને મહેનતુ નેતા ગણાવ્યા. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. તેમના કાર્યકાળ દરમિયાન ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો.
પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X' પર એક પોસ્ટમાં કહ્યું, અમિત શાહજીને તેમના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેઓ એક મહેનતુ નેતા છે જેમણે ભાજપને મજબૂત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે એક અસાધારણ પ્રશાસક તરીકે પોતાની ઓળખ બનાવી છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. હું તેમને લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓએ પણ અમિતભાઇ શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
