News of Tuesday, 22nd October 2024
લદ્દાખની સ્કૂલમાં ઠોઠ નિશાળિયાઓને એડ્મિશન મળે છે, ફી પણ નથી લેવાતી

લદ્દાખ,તા. ૨૨: લદ્દાખમાં સ્ટુડન્ટ્સ એજયુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) નામની સ્કૂલ છે. એ છે તો સ્કૂલ જ, પણ બીજી બધી બીબાઢાળ સ્કૂલો કરતાં સાવ નોખી છે. અહીં વારંવાર નાપાસ થતા હોય એવા ઠોઠ નિશાળિયા ગણાતા વિદ્યાર્થીઓને એડ્મિશન અપાય છે. ખાવાપીવા માટે દર મહિને ૨૦૦૦ રૂપિયા લેવાય છે, બાકી કોઈ ફી નથી લેવાતી અને બીજી સ્કૂલો કરતાં ભણતર પણ જુદું જ છે. આ સ્કૂલ ‘થ્રી ઇડિયટ્સ'થી જાણીતા થયેલા સોનમ વાંગચૂક અને બીજા લોકો કોલેજમાં હતા ત્યારે તેમણે ૧૯૮૮માં શરૂ કરી હતી. અહીં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સાયન્સ નોલેજથી માંડીને સામાજિક મુદ્દા, પબ્લિક સ્પીકિંગ, ગાર્ડનિંગ, પશુઓ અને વૃક્ષોનો ખ્યાલ રાખવો, લદ્દાખનાં પરંપરાગત ગીતો, નૃત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી બાબતો શીખવાડાય છે. ૨૦ એકરમાં પથરાયેલો આખો સ્કૂલ-કેમ્પસ સૌરઊર્જાથી ચાલે છે. અહીં વિદ્યાર્થીઓ જ મેનેજમેન્ટ કરે છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
