News of Tuesday, 22nd October 2024
ટ્રક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગઈ?
ઘરની છત પર ટ્રક પડી હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ

નવી દિલ્હીતા. ૨૨: ઘરની છત પર કોઈ ભારેખમ ટ્રોલી સાથેની ટ્રક પડી હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. મહિન્દ્ર આલે-૦૧ નામના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પરથી આ વિડિયો શેર થયો છે. એમાં ઘરના પ્રાંગણમાં તૂટેલી ઇંટો આમ-તેમ પડેલી જોવા મળે છે અને આખી ટ્રક ટેરેસ પર અટકી ગઈ છે. આવું કઈ રીતે સંભવ છે એ વિશે સોશ્યલ મીડિયા પર ચર્ચા જાગી છે. જોકે એક અટકળ એવી લગાવાઈ રહી છે કે કદાચ આ ઘરની બાજુમાંથી કોઈ ફલાયઓવર પસાર થતો હશે અને એના પર એક્સિડન્ટ થતાં ટ્રક સંતુલન ગુમાવીને નીચે આવેલા ઘરની છત પર આવી ગઈ હશે. સોશ્યલ મીડિયામાં આ વિડિયો પર બહુ મજાની કમેન્ટ્સ આવી છે. કોઈકને ચિંતા થઈ રહી છે કે હવે આ ટ્રક ઉતારવાની કેવી રીતે? તો કોઈકે લખ્યું છે, ભાઈ, જે થયું એ થયું, બસ ઘર કઈ સિમેન્ટથી બન્યું છે એનું નામ કહી દો.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
