News of Tuesday, 22nd October 2024
યુપીમાં ભયંકર સિલિન્ડર બ્લાસ્ટઃ ત્રણ મહિલાઓ સહિત ૬ના મોત
બ્લાસ્ટથી ઘર જમીનદોસ્તઃ પરિવારમાં ૧૭ થી ૧૮ લોકો રહે છે, જેમાંથી ૮ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે

બુલંદશહેર,તા.૨૨: ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શટરિંગનો ધંધો કરતા રિયાઝુદ્દીનના ઘરમાં અચાનક સિલિન્ડર ફાટ્યો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત ૬ લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ એસપી સિટી, એસડીએમ સીઓ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યમાં લાગેલા છે. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અકસ્માત આશાપુરી કોલોની, ગુલાવતી રોડ, સિકંદરાબાદમાં થયો હતો.
દુર્ઘટના પર ડીએમ સીપી સિંહે માહિતી આપી છે કે સિલિન્ડર વિસ્ફોટને કારણે શટરનું કામ કરતા રિયાઝુદ્દીનનું ઘર જમીન પર પડી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં ૧૭ થી ૧૮ લોકો રહે છે, જેમાંથી ૮ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે
બુલંદશહરના ડીએમ ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું કે આશાપુરી કોલોનીમાં રાત્રે ૮.૩૦-૯ વાગ્યાની વચ્ચે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘરમાં ૧૮-૧૯ લોકો હતા. અહીંથી ૮ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમની હાલત ખૂબ જ ગંભીર હતી. ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ વિભાગની ટીમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, મેડિકલ ટીમ, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે છે. ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. વિસ્ફોટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
સિલિન્ડર કેવી રીતે ફાટ્યું, ઘટનાની તપાસ શરૂ અકસ્માત બાદ ડીએમ સીપી સિંહ પહેલા ૫ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. જયારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. જોકે, બાદમાં મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ ઘટના એલપીજી સિલિન્ડર છે કે ઓક્સિજન સિલિન્ડરની તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ, પાલિકાની ટીમ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે હાજર છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
