News of Tuesday, 22nd October 2024
12મા માળની બાલકનીથી લટક્યો જૂનો ભાડુઆત:32 સેકન્ડ લોકોના જીવ તાળવે ચોંટ્યા;દેકારો મચાવ્યો : જુઓ વિડિઓ
સેક્ટર-74 સ્થિત સુપરટેક કેપટાઉન સોસાયટીમાં એક જૂના ભાડૂઆતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

नोएडा, यूपी की सुपरटेक केपटाउन सोसाइटी में एक शख्स ने 12वीं मंजिल से कूदने का प्रयास किया। कुछ लोगों ने ऐन वक्त पहुंचकर उसको बचाया।
— Sachin Gupta (@Sachingupta) October 21, 2024
कहा जा रहा है कि ये युवक इस सोसाइटी में किराए पर रहता है। नौकरी चली गई। इस वजह से डिप्रेशन में आ गया और सुसाइड करना चाहता था। pic.twitter.com/Gvi6cUgMFi
ઉત્તર પ્રદેશના નોઈડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. આ વીડિયો સેક્ટર-74માં આવેલી સુપરટેક કેપટાઉન હાઉસિંગ સોસાયટીનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સોસાયટી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરવા બાલકનીમાં લટકેલો છે.
સેક્ટર-74 સ્થિત સુપરટેક કેપટાઉન સોસાયટીમાં સોમવારે એક જૂના ભાડૂઆતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફ્લેટના અન્ય રહીશોએ તેને બચાવી લીધો હતો અને આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોસાયટીના AOA પ્રમુખ અરુણ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોસાયટીના CC 1 ટાવરમાં રહેતો હતો, પરંતુ ઓગસ્ટ 2024માં ફ્લેટ ખાલી કરીને સેક્ટર 49માં શિફ્ટ થઈ ગયો હતો. સોમવારે સવારે આ વ્યક્તિ સોસાયટીમાં આવ્યો અને ગાર્ડને કહ્યું કે તેનો કેટલોક સામાન ફ્લેટની અંદર રહી ગયો છે જે પાછો લેવો પડશે.
જ્યારે તે સામાન લેવા ફ્લેટ પર ગયો ત્યારે તેણે ફ્લેટની બાલકનીમાંથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય લોકોએ આ જોયું તો સોસાયટીમાં હંગામો મચી ગયો હતો અને લોકો તેનો બચાવવા માટે દોડ્યા હતા. આજુબાજુના ફ્લેટના રહિસોની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો. આ પછી તરત જ પોલીસને જાણ કરી. આ વ્યક્તિ ડિપ્રેશનથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. આથી આપઘાતનું પગલું ભરવાનો આ પ્રયાસ કર્યો હતો.
સોમવારે સવારે લગભગ 10 વાગ્યે સેક્ટર-113 પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે સેક્ટર-74 સ્થિત સુપરટેક કેપટાઉન હાઉસિંગ સોસાયટીમાં એક યુવક આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સોસાયટી બિલ્ડિંગના 12મા માળેથી યુવક લટકી ગયો છે. માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટેશને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ત્યાં સુધીમાં સોસાયટીના કેટલાંક લોકોએ શાણપણ દાખવી યુવાનને સલામત રીતે બચાવી લીધો હતો.
સોસાયટીના લોકોએ જણાવ્યું કે યુવક સોસાયટીમાં જ રહેતો હતો. તેમનો પરિવાર પણ સાથે રહેતો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પરિવાર સેક્ટર-49 વિસ્તારમાં શિફ્ટ થયો હતો. યુવક એક દિવસ અગાઉ સોસાયટીમાં તેના ફ્લેટમાં આવ્યો હતો. ન જાણે કેમ આજે તેણે આવું પગલું ભરવાનો પ્રયત્ન કર્યો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સેક્ટર-113 પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે યુવકનું નામ સ્પર્શ (21) છે. યુવક માનસિક રીતે બીમાર છે. તેની સારવાર ચાલી રહી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
