News of Wednesday, 16th October 2024
મુંબઈના અંધેરી વેસ્ટમાં ૧૪ માળની ઈમારતમાં ભીષણ આગ લાગતા ૩ લોકોનાં મોત

મુંબઈ : મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં ૧૪ માળની એક ઈમારત રિયા પેલેસમાં ૧૦માં માળે ભીષણ આગ લાગી જતાં ૩ લોકો મળત્યુ પામી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં આ ઈમારત આવેલી હતી. જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી ૩ લોકો મળત્યુ પામી ચૂકયા છે. ૧૦ મા માળે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મળતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (૭૪), કાંતા સોની (૭૪) અને તેમના હેલ્પર પેલુબેટા(૪૨)નું મોત નિપજ્યું હતું.
ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાની ઘટનામાં ત્રણ લોકો દાઝી જતાં મોત નિપજ્યા છે. તેમણે કહ્યું કે સવારે નવ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
