News of Wednesday, 16th October 2024
સોરી આવો કાગળ ચોંટાડીને કાર પાછી મૂકીને ચોર જતો રહ્યો
આ કાર દિલ્હીના પાલમ પાસેથી ચોરી હતી

બિકાનેર,તા. ૧૬: બિકાનેરમાં જયપુર રોડ પર ગ્રીન ગાર્ડન નામની હોટેલ છે. ત્યાં બે દિવસથી એક સ્કોર્પિયો કાર પાર્ક થયેલી હતી. કારની પાછળના કાચ પર ‘આ કાર દિલ્હીના પાલમ પાસેથી ચોરી હતી, સોરી'લખેલો કાગળ ચોંટાડેલો હતો. બાજુમાં બીજો કાગળ ચોંટાડ્યો હતો અને એમાં દિલના આકારમાં આઇ લવ માય ઇન્ડિયા લખેલું હતું. લોકોની નજર પડી અને પોલીસને જાણ કરી. પોલીસે કાર જપ્ત કરીને તપાસ શરૂ કરી તો વાત સાચી નીકળી. પાલમ કોલોનીમાં રહેતા વિનયકુમારની સ્કોર્પિયો ૧૦ ઓક્ટોબરે ચોરાઈ હતી, પણ એ ૪૩૨ કિલોમીટર દૂર કોણ લાવ્યું, શા માટે લાવ્યું અને ચોરી કર્યા પછી કાર શા માટે મૂકી દીધી એ સવાલના જવાબ પોલીસ શોધી રહી છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
