તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 16th October 2024
૧૦ કરોડનો પાડો! મહિને રૂપિયાનું વેંચાય છે સીમન
પાડાને ચારા સિવાય રોજ બદામ, પાંચ કિલો સફરજન, દસ લિટર દૂધ, પંદર કિલો ફીડ, બે દર્જન કેળા, પાંચ કિલો દાણા અને ત્રીસ કિલો ચારા મિનરલ આપવામાં આવે છે

મેરઠ,તા. ૧૬: મેરઠની સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીમાં ત્રણ દિવસીય ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં બે એવા પાડા આવ્યા છે જેની કિંમત ૧૦ કરોડ અને ૯ કરોડ રૂપિયા છે. ૧૦ કરોડના પાડાનું નામ ગોલુ ૨ છે. જયારે ૯ કરોડના પાડાનું નામ વિધાયક છે. આ પાડા પોતાના સીમનને લઈને ખૂબ જ જાણીતા છે. બંને પાડા પશુ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.કે. સિંહે જણાવ્યું કે, દસ કરોડ અને નવ કરોડના બંને પાડા પશુ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ પાડાની ખાસિયત જાણીને તમે નવાઈમાં પડી જશો. આ પાડાની કિંમત નવ અને દસ કરોડ લગાવવામાં આવી છે છતાં તેના માલિક તેને વેચવા માટે તૈયાર નથી.
યુનિવર્સિટી નિર્દેશક પ્રસાર ડોક્ટર પી.કે. સિંહે જણાવ્યું કે, તેનું સીમન ખૂબ જ ખાસ છે. જેના કારણે તેની કિંમત વધુ છે. આ પાડાનો ખોરાક પણ એવો જ જોરદાર છે. એક માણસને પણ આવો ખોરાક નસીબ થતો નથી. આ પાડાને ચારા સિવાય રોજ બદામ, પાંચ કિલો સફરજન, દસ લિટર દૂધ, પંદર કિલો ફીડ, બે દર્જન કેળા, પાંચ કિલો દાણા અને ત્રીસ કિલો ચારા મિનરલ આપવામાં આવે છે.
૧૮ ઓક્ટોબર સુધી કિસાન મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં બંને પાડા પોતાનો જલવો બતાવશે. બંને પાડાની સારસંભાળ કરનાર ખેડૂત નરેન્દ્રને ૨૦૧૯જ્રાક્રત્ન પશુપાલન ક્ષેત્રે પદ્મશ્રી મળી ચૂક્યો છે. દર મહિને કિસાન નરેન્દ્ર આ પાડાનું સીમન લાખો રૂપિયામાં વેચે છે. બંને પાડાની સારસંભાળ માટે પાંચ નોકરને કામે રાખ્યા છે. રોજ તેને કેટલાય કિલોમીટર ફેરવવામાં આવે છે. હરિયાણામાં એક વેપારીએ આ બંને પાડાઓની કિંમત ૯ અને ૧૦ કરોડ રૂપિયા લગાવી છે. આ પાડાને જોવા માટે વિદેશથી લોકો આવે છે અને તેનું કદ-કાઠી જોઈને નવાઈ પામી જાય છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
