News of Saturday, 12th October 2024
દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનો શું રહેશે સમય?:જાણો કેવી રીતે થશે કામકાજ
ખાસ મુર્હૂત ટ્રેડિંગ નિમિત્તે શેરબજારમાં એક કલાક માટે સ્પેશિયલ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે

મુંબઈ : દિવાળી નિમિત્તે લક્ષ્મી પૂજનના શુભ દિવસ 1લી નવેમ્બરના રોજ શેરબજાર એક કલાક માટે ખુલ્લુ રહેશે. સામાન્ય રીતે 1લી નવેમ્બરના રોજ જાહેર, બેન્ક તથા શેરબજારમાં રજા હોય છે.
જોકે રોકાણકારો માટે ખાસ મુર્હૂત ટ્રેડિંગ નિમિત્તે શેરબજારમાં એક કલાક માટે સ્પેશિયલ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે. આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ સેશન 1લી નવેમ્બર,2024ના રોજ સાંજે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી રહેશે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની માહિતી પ્રમાણે મુહૂર્ત ટ્રેડિંગ 1લી નવેમ્બર 2024ના રોજ (દિવાળી-લક્ષ્મી પૂજન) થશે. એક કલાકના સ્પેશિયલ મુહૂર્ત લાઈવ ટ્રેડિંગ સેશન દરમિયાન ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટીવ્ઝ, કોમોડિટી, બોન્ડ, BSE અને NSE પર વર્તમાન બજારમાં ટ્રેડિંગની અનુમતિ રહેશે.
1 કલાકના સત્રમાં પ્રી-અને પોસ્ટ-માર્કેટ સેટલમેન્ટ પણ થશે. સરળ શબ્દોમાં કહીએ તો તે એક કલાકમાં બજાર તેની નિયમિત કામકાજના દિવસોની માફક ખુલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુહૂર્ત ટ્રેડિંગ 12 નવેમ્બર 2023ના રોજ થયું હતું અને તેનો સમય સાંજે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હતો. પ્રી એન્ડ પોસ્ટ માર્કેટ સેટલમેન્ટ સેશન 15 મિનિટ માટે હતું.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
