<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

NCP નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ, છાતી અને પેટમાં ગોળી વાગી: પોલીસે 3 લોકોની અટકાયત કર્યા

તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. તે જ સમયે તેમના પર અચાનક ગોળીબાર થયો

મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં NCP નેતા બાબા સિદ્દીકી પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને છાતી અને પેટમાં 2-3 ગોળી વાગી હતી. તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. તે જ સમયે તેમના પર અચાનક ગોળીબાર થયો હતો. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

   આ વર્ષે ફેબ્રુઆરીમાં બાબા સિદ્દીકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. તેઓ છેલ્લા 48 વર્ષથી કોંગ્રેસમાં હતા. તે સમયે, તેમણે સોશિયલ મીડિયા પર તેમના રાજીનામા પર લખ્યું હતું કે, "હું એક યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની એક મહત્વપૂર્ણ યાત્રા હતી. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી રહ્યો છું. 

    બાંદ્રા પશ્ચિમથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકી મહારાષ્ટ્રમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુંબઈ વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. BMCમાં પહેલીવાર કોર્પોરેટર ચૂંટાયા. તેઓ વર્ષ 1999, 2004 અને 2009માં બાંદ્રા વેસ્ટમાંથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

(10:41 PM IST)