News of Saturday, 12th October 2024
જયંત ચૌધરી મહારાષ્ટ્ર-ઝારખંડમાં ભાજપથી અલગ થઈ લડશે : નાગપુર બેઠક પર ઉભા રાખશે ઉમેદવાર
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળે ભાજપથી અલગ થવાનો અને ચૂંટણીમાં નસીબ અજમાવવાનો નિર્ણય લીધો

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ પણ આ બંને રાજ્યોમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. પાર્ટી બંને રાજ્યોની તમામ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે.પાર્ટી મહારાષ્ટ્રમાં સંઘના ગઢ ગણાતા નાગપુરથી પોતાનો ઉમેદવાર ઉતારશે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે.
રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય મહાસચિવ ત્રિલોક ત્યાગીએ કહ્યું કે, ચૌધરી ચરણ સિંહનું મહારાષ્ટ્રના નાગપુરમાં મોટું જૂથ હતું. નાગપુરમાં હજારો ઊંટગાડીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું કે નાગપુરમાં કુર્મી સમુદાયના ઘણા લોકો છે. આ બધા ચૌધરી ચરણ સિંહ જીના અનુયાયીઓ છે. એટલું જ નહીં, તેમણે આગળ કહ્યું કે RLD 14 ઓક્ટોબરે નાગપુરમાં એક મોટી બેઠક યોજવા જઈ રહી છે. આ પછી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રાંચીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવશે.
ત્રિલોક ત્યાગીએ વધુમાં કહ્યું કે ચરણ સિંહ ગામડાઓ અને ખેડૂતોની વાત કરતા હતા. તેથી, અમે પણ એ જ માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. જ્યારે તેમને ગઠબંધન તોડવાના તેમના નિવેદન પર ભાજપને નુકસાન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે નફા-નુકશાનની વાત નથી, તેઓ આરએલડીને વધારવા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય માત્ર લોકદળ બનાવવાનો છે. કોને ફાયદો અને કોને નુકસાન એ અલગ વાત છે. જો ભાજપને નુકસાન થાય તો અમને ગઠબંધનમાં લો. અમે સાથે મળીને લડવા તૈયાર છીએ.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
