News of Saturday, 12th October 2024
આજે દશેરા રેલીમાં શિવસેનાના બંને જૂથો કરશે શકિત પ્રદર્શન
શિવાજી પાર્કમાં ઉધ્ધવ અને આઝાદ મેદાનમાં શિંદે જૂથ બતાવશે તાકાત

મુંબઇ તા. ૧૨: બાળાસાહેબના સમયથી ચાલી આવતી દશેરા રેલીનું આયોજન આ વખતે પણ પુરજોશમાં કરાઇ રહ્યું છે.માહિતી અનુસાર, ઉધ્ધવઠાકરેની શિવસેના શિવાજી પાર્કમાં જયારે એકનાથ શિંદેની શિવસેના ના આઝાદ મેદાનમાં દશેરા રેલી કરશે. ખરેખર તો પહેલા શિંદે જૂથની દશેરા રેલી બીકેસી ગ્રાઉન્ડમાં પ્રસ્તાવિત હતી, પણ ટ્રાફીક સમસ્યાને ધ્યાનમાં રાખીને તેને આઝાદ મેદાનમાં આયોજીત કરાઇ છે. અહી લગભગ ૫૦હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરાઇ છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
