<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

મુંબઈના મુશળધાર વરસાદમાં ફાલ્ગુની પાઠકે છત્રી લઈને ગરબાની રમઝટ બોલાવી : ભારે વરસાદ અને વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે પણ ખેલૈયાઓના પગ થંભ્યા ન હતા અને ઝુમી ઉઠ્યા... :જુઓ વિડીયો

સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા એક યુઝરે જણાવ્યું કે ગરબા ઘેલાને કાંઈ ન નડે. એક યુઝરે કહ્યું કે ઉફ્ફ્ફ… શું વાઈબ્સ હતી…ફાલ્ગુની મેમ અને વરસાદનું અદભૂત કોમ્બિનેશન

મુંબઈ તા.૧૧ : ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક હાલ મુંબઈમાં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આજે પણ મુંબઈમાં વરસાદની આગાહી કરવાામાં આવી છે. 

મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે પણ ઝુમી ઉઠ્યા ખેલૈયાઓ

           ફાલ્ગુની પાઠક હાલ મુંબઈમાં showglitzevents દ્વારા આયોજિત ઈવેન્ટમાં ગરબાની મોજ કરાવી રહ્યા છે. પરંતુ ગઈ કાલે મુંબઈમાં ભારે વરસાદને પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. જો કે ભારે વરસાદ અને વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે પણ ખેલૈયાઓના પગ થંભ્યા ન હતા. 

       ફાલ્ગુની પાઠકે વરસાદમાં છત્રી લઈને ગરબાની મોજ કરાવી હતી.ફાલ્ગુની પાઠકે પણ વરસતા વરસાદમાં છત્રી લઈને ગરબાની એવી તે મોજ પાડી કે ખેલૈયા ભારે વરસાદમાં પણ ભીંજાઈને ઝુમી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફાલ્ગુની પાઠકે વરસાદ સાથે ગરબાનો વીડિયો શેર કર્યો છે. જે ભારે વાઈરલ થઈ રહ્યો છે. 

લોકો કોલ્ડપ્લે પણ ભૂલી ગયા.

 વીડિયો પર અનેક લોકો તેમના પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે જણાવ્યું કે લોકો કોલ્ડપ્લે પણ ભૂલી ગયા. એક યુઝરે લખ્યું કે રિયલ પરફોર્મર તો અન્ય એક યુઝરે જણાવ્યું કે ગરબા ઘેલાને કાંઈ ન નડે. એક યુઝરે કહ્યું કે ઉફ્ફ્ફ… શું વાઈબ્સ હતી…ફાલ્ગુની મેમ અને વરસાદનું અદભૂત કોમ્બિનેશન...

 

(4:27 PM IST)