તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
અમૂલે છાશનું ૧૦ રૂપિયાનું પાઉચ બંધ કર્યુ : નવું પાઉચ ૧૫ના ભાવે વેચાશે
અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે

નવી દિલ્હી, તા.૧૦: અમૂલ દ્વારા સમયાંતરે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવતી હોય છે. ત્યારે અમૂલે ગુજરાતીઓનું પ્રિય અમળત કહેવાતા છાશના પેકેટમાં મોટો બદલાવ કર્યો છે. અમૂલ ડેરી દ્વારા છાશનું ૧૦ રૂપિયાનુ પાઉચ બંધ કરાયું છે. અગાઉ ૩૧૦ ML છાશનું પાઉચ ૧૦ રૂપિયામાં મળતું હતું, જે બદલે હવેથી ૪૧૦ ML છાસનું પાઉચ ૧૫ રૂપિયામાં મળશે.
છાશ ગુજરાતીઓનું અમળત કહેવાય છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધૂરું છે. ત્યારે અમૂલ દ્વારા પહેલા પ્રોબાયોટિક અને સાદી એમ બે પ્રકારની છાશનું વેચાણ કરવામાં આવતું હતું. અમૂલ દ્વારા છાશનું ૧૦ રૂપિયાનું પાઉચ, ૧૫ રૂપિયાનું પાઉચ અને ૨૦ રૂપિયાનું પાઉચ એમ ત્રણ અલગ અલગ પેકેટમાં છાશ મળતી હતી.
નવા નિર્ણય મુજબ, અમૂલ ડેરી હવેથી તમામ પેકેટમાં પ્રોબાયોટિક છાશ વેચશે. આ ઉપરાંત ૩૧૦ એમએલનું પાઉચ ૧૦ રૂપિયા આવતું હતું. ૩૧૦ એમએલ વાળું પાઉચ બંધ કરી દેવાયું છે. હવેથી ૧૫ રૂપિયામાં ૪૧૦ એમએલ છાશનું વેચાણ કરાશે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
