<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ઈન્દોરના ગરબા પંડાલમાં ફરી બબાલ:હવે સગીર છોકરી સાથે ગરબા રમતો આમિર ખાન ઝડપાયો

અમન ઉર્ફે આમિર ખાન બાળકીનું અપહરણ કરીને તેને ઈન્દોર લાવ્યો હતો :હિન્દૂ જાગરણ મંચના કાર્યકરોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો

ઈન્દોરમાં ફરી એકવાર ચોક્કસ વર્ગનો યુવક ગરબા કરતો ઝડપાયો. યુવક યુવતી સાથે ગરબા કરતો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે યુવકનું નામ અમન ઉર્ફે આમિર ખાન છે અને તેણે બાલાઘાટથી યુવતીનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. હિંદુ જાગરણ મંચના કાર્યકરોએ સતર્કતા બતાવતા યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે બાલાઘાટ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

     મળતી માહિતી મુજબ અમન ઉર્ફે આમિર ખાન બાળકીનું અપહરણ કરીને તેને ઈન્દોર લાવ્યો હતો. હીરાનગર પોલીસના જણાવ્યા અનુસાર, RKE નવરાત્રી દાંડિયા નાઇટ ગરબાનું આયોજન 9 ઓક્ટોબરે વૈભવ શ્રી ગાર્ડન, MR 10 ખાતે કરવામાં આવ્યું હતું. આમિર અહીં સગીર સહિત અનેક યુવતીઓ સાથે ગરબા કરવા આવ્યો હતો. હિન્દુ જાગરણ મંચની એક મહિલા કાર્યકર્તાએ આ ઘટના અંગે સંગઠનના સભ્યોને જાણ કરી, ત્યારબાદ આરોપી ઝડપાઈ ગયો.

   જ્યારે હિંદુ જાગરણ મંચના જિલ્લા સંયોજક અને અન્ય કાર્યકરોએ તેને પૂછ્યું તો તેણે પહેલા તેનું નામ અમન જણાવ્યું પરંતુ કડક પૂછપરછ કરતાં યુવકે તેનું અસલી નામ આમિર ખાન હોવાનું જણાવ્યું. જ્યારે યુવકના મોબાઈલની તપાસ કરવામાં આવી તો તેમાં ઘણી યુવતીઓ સાથેની અશ્લીલ તસવીરો અને ચેટીંગ પણ મળી આવી હતી.

(1:04 PM IST)