તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Thursday, 10th October 2024
૧૨ વર્ષે બાળક આવ્યું એટલે માનતા પૂરી કરવા ટ્રોલી બેગમાં સુવડાવી ૧૧૮ કિલોમીટરની જાત્રા કરી

ભીલવાડા,તા. ૧૦: રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક ઘટના આસ્થાનું તાદૃશ સ્વરૂપ બની ગયું છે. નિઃસંતાન દંપતીએ જોગણિયા માતાની માનતા માની હતી. ૧૨ વર્ષે તેમના ઘરે બાળકનો જન્મ થયો એટલે માનતા પૂરી કરવા માટે તેમણે નવજાત બાળકને લઈને જાત્રા શરૂ કરી હતી. ૧૧૮ કિલોમીટરની પગપાળા યાત્રા કરવાની હતી અને એમાં પતિ-પત્ની બન્નેએ પગમાં ચંપલ પણ નહોતાં પહેર્યાં. જોકે સાથે બાળક હતું એટલે તેને સાચવવા માટે ટ્રોલી બેગમાં સુવડાવી દીધું હતું. નવજાતને ટ્રોલી બેગમાં લઈ જતું જોઈને અન્ય પદયાત્રીઓ અને ભંડારો કરનારા લોકો પણ ચકિત થઈ ગયા હતા. (
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
