News of Saturday, 5th October 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના મોટાભાગના સર્વેમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવી રહેલ છે: જમ્મુ કાશ્મીરમાં પણ કોંગ્રેસનું પલડું ભારી

દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને ૪૪-૫૪ બેઠકો મળી રહી છે. તે જ સમયે, ભાજપને માત્ર ૧૯-૨૯ બેઠકો મળી રહી છે. અન્યને ૫ થી ૧૬ બેઠકો મળી શકે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના મોટાભાગના સર્વેમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવી રહેલ છે.
આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ કહ્યું કે હરિયાણામાં આપ નિર્ણાયક ભૂમિકા ભજવશે.
પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, "હરિયાણામાં કોંગ્રેસની તરફેણમાં લહેર છે. કોંગ્રેસને ૬૦-૭૦થી વધુ સીટો મળશે."
હરિયાણા અને જમ્મુ - કાશ્મીરના એક્ઝિટ પોલ પર, કોંગ્રેસના અશોક તંવરે કહ્યું, અમે (કોંગ્રેસ-એનસી) જમ્મુ અને કાશ્મીરમાં ૫૦-૬૧ બેઠકો જીતીશું, જ્યારે હરિયાણામાં પણ કોંગ્રેસ ૫૫-૬૫ બેઠકો જીતશે.
ધ્રુવ રિસર્ચ કહે છે હરિયાણામાં ભાજપને ૨૬ (પ્લસ માઇનસ ૫), કોંગ્રેસ ૫૭ (પ્લસ માઇનસ ૭), અન્ય ૫ (પ્લસ માઇનસ ૩)
જ્યારે હરિયાણા સટ્ટા બજાર કોંગ્રેસને ૯૦ માંથી ૫૮ થી ૬૦ બેઠકો આપી રહેલ છે જ્યારે ભાજપને ૨૨ થી ૨૩ બેઠકો મળી રહી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
