News of Saturday, 5th October 2024
બસ માર્શલના મુદ્દે રાજકારણ ગરમાયું: સીએમ અતીશીને મળશે ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી આતિષીને પત્ર લખીને સચિવાલયમાં એપોઇન્ટમેન્ટની માંગણી કરી

નવી દિલ્હી : દિલ્હીમાં 10 હજારથી વધુ બસ માર્શલની નિમણૂકનો વિવાદ વધી રહ્યો છે. મુખ્યમંત્રી આતિશીએ વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની વિનંતીને સ્વીકારીને આ મુદ્દે સામ-સામે ચર્ચા કરવાની હાકલ કરી છે. અગાઉ 3 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મંત્રી સૌરભ ભારદ્વાજ હજારો બસ માર્શલ સાથે એલજી વિનય કુમાર સક્સેનાને મળવા માટે સમય અને ભાજપના ધારાસભ્યોની રાહ જોઈ રહ્યા હતા.
બીજી તરફ, હવે દિલ્હીમાં વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી આતિષીને પત્ર લખીને શનિવારે દિલ્હી સચિવાલયમાં ભાજપના ધારાસભ્યો સાથે મુલાકાત માટે વિનંતી કરી છે.
વિજેન્દ્ર ગુપ્તાએ પત્રમાં લખ્યું છે કે, તેઓ જાણે છે કે આવતીકાલે શનિવાર છે પરંતુ બસ માર્શલનો મુદ્દો ઘણો ગંભીર છે. તેથી માર્શલોને પુનઃસ્થાપિત કરવા જેવા ગંભીર મુદ્દા પર ચર્ચા થવી અત્યંત જરૂરી છે. આ માટે તે ભાજપના ધારાસભ્યોને મળવા માટે સચિવાલય આવવા માંગે છે. તેથી મુખ્યમંત્રીએ સવારે સાડા દસનો સમય આપવો જોઈએ
વિધાનસભામાં વિપક્ષના નેતાના પત્રનો તરત જ જવાબ આપતાં મુખ્યમંત્રી આતિષીએ કહ્યું કે, આજે ભાજપના ધારાસભ્યોએ બસ માર્શલના મુદ્દે મળવાનો સમય માંગતો પત્ર લખ્યો છે. આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં તેમને કાલે સવારે 10.30 વાગ્યે દિલ્હી સચિવાલયમાં બોલાવ્યા છે.
મુખ્યમંત્રી આતિશીએ પત્રમાં લખ્યું છે કે, તેઓ પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે શનિવારે દિલ્હી સચિવાલયમાં હાજર રહેશે. હવે શનિવારના રોજ આ બસ માર્શલોના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે. અથવા આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો રાજકીય અખાડો ચાલુ રહેશે
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 2015માં તત્કાલિન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે DTC બસોમાં મહિલાઓની સુરક્ષા માટે 10 હજાર 500 બસ માર્શલની નિમણૂક કરી હતી. 2023 માં, લેફ્ટનન્ટ ગવર્નરે આ બસ માર્શલોની નિમણૂકની પ્રક્રિયા અને યોગ્યતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. બસોમાં હોમગાર્ડની નિમણૂક કરવાની પણ વાત થઈ હતી. ઑક્ટોબર 2023 માં તમામ બસ માર્શલ્સ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારથી આ લોકો રોજગાર અને નિમણૂકની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
