તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
દક્ષિણ સુદાનમાં સોનાની ખાણ ધસી પડતા ૬૭ શ્રમિકોનાં મોત થયા
અલ-જારા ખાણમાં ૧૦૦ થી વધુ શ્રમિકો કામ કરી રહ્યા હતા

અલ-નાહુદ(દક્ષિણ સુદાન): તા. ૧૭: દક્ષિણ સુદાનમાં પશ્ચિમ કોરડોફાનના અલ-નાહુદ શહેરની પાસેની સોનાની અલ-જારા ખાણ ધસી પડતા ૬૭ લોકોના મોત થયા છે. ખાણમાં હજી પણ અનેક ખાણિયા ફસાયા છે, જ્યારે ડઝનબંધી કામદારો ગુમશુદા છે. રાહત-બચાવ તંત્રના કર્મચારીઓ સતત લોકોને બહાર કાઢવાની કોશિશમાં છે. જીવતા રહેલા બે ખાણિયાઓએ કહ્યું કે જે દરમિયાન ખાણ ધસી પડતા એની લપેટમાં મજૂરો આવી ગયા. ગઈકાલે મંગળવારે સવાર સુધી ખાણમાંથી ૬૭ લોકોની લાશોને બહાર કઢાઈ હતી, જ્યારે બાકી લોકોની શોધ થઈ રહી છે. અહેવાલમાં જણાવાયાનુસાર, અલ-જારા ખાણમાં મંગળવારે શાફટ ધસી પડ્યા હતા. રાત હોવાથી સરકારી મદદ મોડી પહોંચી. ઘટનાસ્થળે હાજર ખાણિયાઓએ એમના સાથીઓને બચાવવા માટે સાધારણ ઓજારોનો ઉપયોગ કરીને ખોદકામ કર્યું.
એમણે મોટી સંખ્યામાં સાથીઓને બચાવ્યા પણ ખરા, પરંતુ ખોદકામના સાધનોથી ઊંડે ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું કામ પડકાર બની ગયું. સવારે પહોંચેલી સહાય-એજન્સીએ ભારે મશીનો વડે દુર્ઘટનાગ્રસ્ત સ્થળે ખોદકામ કરતા અત્યાર સુધી ૬૭ શબોને બહાર કાઢયા છે. જીવતા બચેલા લોકો પૈકી એક જણે કહ્યું કે ખાણની અંદર કેટલા લોકો ફસાયા છે એની માહિતી નથી. બધા લોકો મૃત કે જીવંત શ્રમિકોને બહાર કાઢવા માટે ભારે પરિશ્રમ કરી રહ્યા છે, પરંતુ કામ મુશ્કેલ છે. મજબૂત પત્થરો તથા માટીને હટાવવા માટે અમને ભારે મશીનો જોઈએ છે, એમ જીવતા બચેલા ખાણિયાએ ઉમેર્યું
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
