<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

આયુષ્યમાન કાર્ડ : કઈ હોસ્પિટલમાં સારવાર ફ્રી માં થાય છે, કેવી રીતે ચેક કરશો હોસ્પિટલ નું લિસ્ટ : જાણો

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવે છે. જેના અંતર્ગત ગરીબોને પરિવારદીઠ રૂ. પાંચ લાખનું આરોગ્ય વીમાકવચ આપવામાં આવે છે.
આયુષ્માન યોજના
મોદી સરકારે ગરીબ પરિવારોને ફ્રીમાં ઇલાજ માટે એક યોજના અમલમાં મુકી છે જેને આયુષ્માન યોજના કહેવામાં આવે છે.5 લાખ રૂપિયા સુધીનો ઇલાજ ફ્રી
કેન્દ્ર સરકારે આ યોજના 2018માં અમલમાં મુકી હતી. જે અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો ઇલાજ ફ્રીમાં કરવામાં આવે છે
કઇ રીતે ચેક કરશો હોસ્પિટલ્સનું લિસ્ટ
સૌથી પહેલા આધિકારીક વેબસાઇટ pmjay.gov.in પર જાવ અને ફાઇન્ડ હોસ્પિટલ પર ક્લિક કરો . હવે રાજ્ય, જિલ્લા, હોસ્પિટલ ટાઇપ (સરકારી કે પ્રાઇવેટ ) સિલેક્ટ કરો, ત્યારબાદ સ્પેશિયાલિટી સિલેક્ટ કરવાની રહેશે, જે અંતર્ગત આપે બતાવવાનું રહેશે કે આપે કઇ બીમારીનો ઇલાજ કરાવવાનો છે. આ સાથેજ અન્ય એક વિકલ્પ જોવા મળશે જેમાં આપે PMJAY સિલેક્ટ કરવાનું રહેશે. હવે તમારે કેપ્ચા કોડ નોંધાવાનો રહેશે પછી સર્ચ બટન પર ક્લિક કરવાથી સમગ્ર લિસ્ટ આપની સામે આવી જશે
 તમામ હોસ્પિટલમાં માન્ય નથી
જો કે આ કાર્ડ તમામ હોસ્પિટલ્સમાં માન્ય નથી, ગંભીર બીમારી કે અન્ય કેટલીક બીમારીઓમાંજ આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે આવો જાણીએ કઇ હોસ્પિટલ્સમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત ઇલાજ થાય છે તેનું લિસ્ટ કઇ રીતે જોવું
. તમામ સિનિયર સિટિઝન્સને લાભ
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2024માં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટિઝન્સને 'આયુષ્માન ભારત' યોજના હેઠળ આવરી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

(9:24 PM IST)