News of Saturday, 28th September 2024
ચંદીગઢના મણિમાજરા સ્થિત મદરેસામાં એક ઉર્દૂ શિક્ષક મોહમ્મદ સલિકે સગીર બાળક સાથે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું : આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી શિક્ષક અગાઉ પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલ છે કે કેમ?

ચંદીગઢ : મણિમાજરા સ્થિત મદરેસામાં એક ઉર્દૂ શિક્ષકે સગીર બાળક સાથે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. બાળકે તેના પરિવારને આ બાબતની જાણ કરી, ત્યારબાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. તેની સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ મામલો ચંદીગઢના મણિમાજરા સ્થિત એક મદરેસાનો છે. એક 24 વર્ષીય શિક્ષકની 13 વર્ષના ધોરણ 8 ના વિદ્યાર્થી સાથે યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે પીડિતએ તેના પરિવારજનોને જાણ કરી હતી. આ પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે 24 વર્ષીય મોહમ્મદ સલિક ઉર્દૂ શિક્ષક છે. તે બાળકોને ઉર્દૂ શીખવે છે. મોહમ્મદ સલિક ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. ડિસેમ્બર 2023થી તે મસ્જિદની મદરેસામાં ઉર્દૂ શીખવી રહ્યો છે. તેણે શુક્રવારે સવારે 6 વાગે 13 વર્ષના બાળકને પોતાના રૂમમાં બોલાવ્યો હતો. બાળક આઠમા ધોરણમાં ભણે છે. આરોપી શિક્ષકે બાળકને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસે પીડિત વિદ્યાર્થીની મેડિકલ તપાસ કરાવી તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી શિક્ષક અગાઉ પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલ છે કે કેમ? પોલીસ આ કેસની તપાસના ભાગરૂપે મદરેસાના કર્મચારીઓના નિવેદન પણ નોંધી રહી છે.
પોલીસે જણાવ્યું કે આરોપી ઉર્દૂ શિક્ષક સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલાની તપાસ કરવા માટે મદરેસામાં સ્ટેશન હાઉસ ઓફિસર અને નાયબ પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર હતા.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
