<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

એર ઇન્ડિયાની દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં પેસેન્જરના ભોજનમાંથી નીકળ્યો વંદો

પેસેન્જરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે મેં અને મારા બે વર્ષના પુત્રએ અડધી આમલેટ ખાધા પછી આ જોયું. આ ખાવાથી અમને ફૂડ પોઈઝનિંગ થયું

મુંબઈ :  નવી દિલ્હીથી ન્યુયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનમાં એક વંદો મળી આવ્યો હતો. પેસેન્જરે આ અંગે એરલાઇનના અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ પછી એર ઈન્ડિયાએ ફૂડ સર્વિસ પ્રોવાઈડર કંપની સાથે તપાસ શરૂ કરી
માતા-પુત્ર ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા
સુયશા સાવંત નામની મહિલા તેના બે વર્ષના બાળક સાથે દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહી હતી. આ દરમિયાન તેના નાસ્તામાં એક વંદો મળી આવ્યો હતો. બાદમાં મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ઘટનાની જાણકારી આપી હતી.પેસેન્જરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં તેને આમલેટ આપવામાં આવી હતી જેમાં એક એક વંદો મળી આવ્યો હતો. મેં અને મારા બે વર્ષના પુત્રએ અડધી આમલેટ ખાધા પછી આ જોયું. આ ખાવાથી અમને ફૂડ પોઈઝનિંગ થયું છે. તેમણે એરલાઇન અધિકારીઓ સાથે પીરસવામાં આવતા ભોજનના વીડિયો અને ફોટા પણ શેર કર્યા હતા. પોસ્ટમાં પેસેન્જરે એર ઈન્ડિયા, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુને પણ ટેગ કર્યા છે. છે.
એર ઈન્ડિયા સાથે મુસાફરી કરવામાં ડર લાગે છે
તેમણે જણાવ્યું કે તેમનો પરિવાર શરૂઆતથી જ એર ઈન્ડિયામાં સફર કરવાનું પસંદ કરે છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતાં અમે સાથે રહ્યા. પરંતુ હવે ભોજનમાંથી કોકરોચ મળી આવ્યા હોવાની ઘટના ઘણી જ વધી ગઈ છે. અમે હવે એર ઈન્ડિયા સાથે મુસાફરી કરતા ડરી રહ્યા છીએ.
એર ઈન્ડિનયા તપાસ શરૂ કરી
એર ઈન્ડિયાએ કહ્યું કે અમે નવી દિલ્હીથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ AI 101માં બનેલી ઘટનાથી ચિંતિત છીએ. આવી સમસ્યાઓના નિરાકરણ માટે અમે ફૂડ સર્વિસ પ્રોવાઈડર સાથે વાત કરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અમે જરૂરી પગલાં લઈશું. એર ઈન્ડિયાએ કહ્યું કે અમે મુસાફરોના અનુભવને લઈને ચિંતિત છીએ. એર ઈન્ડિયા પ્રતિષ્ઠિત કેટરર્સ સાથે કામ કરે છે જેઓ વૈશ્વિક સ્તરે અગ્રણી એરલાઈન્સને સપ્લાય કરે છે. મહેમાનોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે અમે ઘણી તપાસ કરીએ છીએ.

(7:47 PM IST)