<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

નેપાળમાં સતત ભારે વરસાદ : 39 ના મોત 11 નો કોઈ પતો નથી

રાજધાની કાઠમંડુમા ૯ , લલિતપુરમાં 16 અને ભક્તાપુરમાં પાંચ લોકોના મોત થયા

નવી દિલ્હી તા.૨૮

     નેપાળમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે 39 લોકોના મોત થયા છે તેમજ 11 લોકોનો કોઈ પતો નથી.

 નેપાલ ની રાજધાની કાઠમંડુ અને આસપાસના લલિતપુર તથા ભક્તાપુર સહિતના વિસ્તારોમાં ભારે અસર થઈ છે. 3,000 થી વધુ સલામત દળના જવાનો બચાવ રાહત કાર્યમાં ખડે પગે લાગેલા છે રાજધાની કાઠમંડુમા ૯ , લલિતપુરમાં 16 અને ભક્તાપુરમાં પાંચ લોકોના મોત થયા છે.

(4:44 PM IST)