<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

કોણ છે ૧ લાખ લડવૈયાની સેના બનાવનાર ઇઝરાયેલનો દુશ્‍મન અને હિજબુલ્લાહ ચીફ હસન?

નવી દિલ્‍હી તા. ર૮: બેરૂતમાં ઈઝરાયેલના ભયંકર હુમલા છતાં હિજબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ સુરક્ષિત રીતે બચી ગયા છે. નસરાલ્લાહના નજીકના સૂત્રોનું કહેવું છે કે બેરૂતમાં હિજબુલ્લાહના હેડક્‍વાર્ટર પર થયેલા હુમલામાં ભારે નુકસાન થયું હતું પરંતુ સલામત છે. IDFના પ્રવક્‍તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ આતંકી સંગઠન હિજબુલ્લાહના કેન્‍દ્રીય મુખ્‍યાલયને નિશાન બનાવ્‍યું છે. અમે અમારા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી ઇઝરાયેલના પરિવારો શાંતિથી જીવી શકે.

હસન નસરાલ્લાહ ૧૯૯૨ થી હિજબુલ્લાહના વડા છે અને રાજકીય રીતે પણ ખૂબ જ મજબૂત છે. તેમનો જન્‍મ ૩૧ ઓગસ્‍ટ ૧૯૬૦ના રોજ બેરૂતના ઉત્તરીય બોર્જ હમૌદ વિસ્‍તારમાં થયો હતો. તેમના પિતા એક ગરીબ દુકાનદાર હતા અને તેમને કુલ ૮ ભાઈઓ અને બહેનો હતા. નસરાલ્લાહે અબ્‍બાસ અલ-મૌસાવી પાસેથી હિજબુલ્લાહની કમાન સંભાળી હતી. ૨૦૧૪માં એક ઈન્‍ટરવ્‍યુમાં નસરાલ્લાહએ કહ્યું હતું કે તે કોઈ બંકરમાં રહેતા નથી. જો કે, રહેવાની અને સૂવાની જગ્‍યાઓ સતત બદલાતી રહે છે.

 

(3:03 PM IST)