તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે અંતિમ તબકકાનું મતદાનઃ નેકોં.-કોંગ્રેસ ગઠબંધન માટે લીટમસ ટેસ્ટ
રાજયના ત્રીજા ફેઝમાં સૌથી વધુ ૪૦ બેઠકો માટે વોટીંગ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૮: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો ત્રીજો અને અંતિમ તબકકો ૧ ઓકટોબરે યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. નેશનલ કોંગ્રેસ તથા કોંગ્રેસના ગઠબંધનના અસ્તીત્વ માટે લીટમસ ટેસ્ટ સમાન રહેનાર છે. આ તબકકામાં વધુ બેઠકો ઉપર મતદાનની સાથે જમ્મુમાં કોંગ્રેસની લોકપ્રિયતાની પણ પરિક્ષા થશે.
અંતિમ તબકકામાં જમ્મુની ર૪ અને કાશ્મીરની ૧૬ બેઠકો ઉપર મતદાન થવાનું છે. ખાસ કરીને જમ્મુની બેઠકોના પરિણામ સરકાર બનાવવા માટે નિર્ણાયક બનશે. જમ્મુના મેદાની વિસ્તારોમાં કોંગ્રેસ દ્વારા યોગ્ય અને વ્યાપક પ્રચાર ન કરવા બદલ પહેલાથી જ અવાજ ઉઠયો છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
