<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

જમ્‍મુ બેઠકો માટે કસોકસનો જંગઃ ભાજપ ગઢ બચાવવા મેદાનમાં

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ર૮: મંગળવાર ૧ ઓકટોબરે જમ્‍મુ-કાશ્‍મીરમાં અંતિમ તબકકાના મતદાનમાં ૪૦ બેઠકો માટે ૪૧પ ઉમેદવારો મેદાનમાં છે. આ માટે ભાજપ અને કોંગ્રેસ બન્‍નેની પરિક્ષા છે. કેમકે જમ્‍મુ બેલ્‍ટમાં બંને પક્ષનો રાજકીય આધાર છે.

કોંગ્રેસ-નેશનલ કોંગ્રેસ ગઠબંધન માટે ગુલામ નબીની પાર્ટી ચિંતા વધારી રહી છે, બીજી તરફ પેન્‍થર્સ પાર્ટી ભાજપ માટે ટેન્‍શન બની છે. જમ્‍મુ ક્ષેત્રમાં હિન્‍દુ મતોના કારણે નેશનલ કોન્‍ફરન્‍સ અને પીડીપી જેવા પક્ષો જોડી જમાવી નહીં શકે. કોંગ્રેસની સ્‍થિતિ પહેલાથી સારી બની છે, જેથી ભાજપ માટે કેટલીક બેઠકો મુશ્‍કેલ છે. રાહુલ, પ્રિયંકા અને કોંગ્રેસ નેતા ત્રીજા તબકકાના પ્રચારમાં તાકાત લગાડે તેમ નેશનલ કોંગ્રેસ ઇચ્‍છા રાખી રહી છે.

(3:00 PM IST)