<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

કાનપુરમાં ભારત-બાંગ્‍લાદેશ વચ્‍ચેની મેચમાં વરસાદનું વિધ્‍ન

પ્રથમ દિવસે માત્ર ૩૫ ઓવરની રમત શકય બની

નવી દિલ્‍હી,તા. ૨૬: ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે બે ટેસ્‍ટ મેચની સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્‍ટેડિયમમાં રમાઈ રહી છે. ત્‍યારે આ મેચમાં વરસાદનું વિધ્‍ન જોવા મળી રહ્યું છે. પ્રથમ દિવસે વરસાદને કારણ માત્ર ૩૫ ઓવરની રમત શક્‍ય બની હતી.

પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસના અંતે બાંગ્‍લાદેશનો સ્‍કોર ૩ વિકેટના નુકશાન પર ૧૦૭ રન હતો. ભારત માટે આકાશ દીપે ૨ વિકેટ જયારે આર અશ્વિને ૧ વિકેટ લીધી હતી.(૨૨.૧૬)

(2:27 PM IST)