News of Wednesday, 25th September 2024
ઓક્ટોબર મહિનામા બીજા-ચોથા શનિવાર અને રવિવાર સિવાય અનેક તહેવારોને લઈને કુલ 15 દિવસ સુધી બેંકોમાં રજા
ગાંધી જયંતી દશેરા સહિતના તહેવારો ના કારણે બેંકમાં રજાના દિવસે ગ્રાહકો મેળવી શકે છે ઓનલાઈન સુવિધાનો લાભ

નવી દિલ્હી તા.૨૫ : સપ્ટેમ્બર 2024ને સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આવતા અઠવાડિયાથી ઓક્ટોબર (Bank Holidays in October 2024) મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ઓક્ટોબર 2024માં અનેક તહેવારો આવતા હોવાથી બેંકોમાં ઘણી બધી રજા આવવાની છે. આવી સ્થિતિમાં જો તમારે ઓક્ટોબર મહિનામાં તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવાનું છે તો નોંધી લો ઓક્ટોબર 2024ની બેંક હોલિડે લિસ્ટ.
ઓક્ટોબર 2024માં કુલ 15 દિવસ બેંકોમાં રજા રહેવાની છે. ઓક્ટોબરમાં ગાંધી જયંતિ અને દશેરા જેવા તહેવારોને કારણે બેંકોમાં રજા રહેશે. આ સાથે જ તેમાં બીજા-ચોથા શનિવાર અને રવિવારની રજા પણ સામેલ છે. જુઓ ઓક્ટોબરમાં બેંક રજાઓની લિસ્ટ.
• 1 ઓક્ટોબર: જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી
• 2 ઓક્ટોબર: ગાંધી જયંતિ (Gandhi Jayanti) (તમામ રાજ્યોમાં)
• 3 ઓક્ટોબર: નવરાત્રી અને મહારાજા અગ્રસેન જયંતિ
• 6 ઓક્ટોબર: રવિવાર
• 10 ઓક્ટોબર: મહા સપ્તમી (પૂર્વ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં)
• 11 ઓક્ટોબર: મહાનવમી
• 12 ઓક્ટોબર: દશેરા (Vijayadashami) અને બીજો શનિવાર
• 13 ઓક્ટોબર: રવિવાર
• 14 ઓક્ટોબર: દુર્ગા પૂજા (સિક્કિમ)
• 16 ઓક્ટોબર: લક્ષ્મી પૂજા (અગરતલા, કોલકાતા)
• 17 ઓક્ટોબર: વાલ્મીકિ જયંતિ
• 20 ઓક્ટોબર: રવિવાર
• 26 ઓક્ટોબર: પરિગ્રહણ દિવસ અને ચોથો શનિવાર
• 27 ઓક્ટોબર: રવિવાર
• 31 ઓક્ટોબર: નરક ચતુર્દશી અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ
બેંકોમાં રાજ્યો અનુસાર હોય છે રજા
જણાવી દઈએ કે, તમામ રાજ્યોમાં બેંકોની રજાની લિસ્ટ સમાન હોતી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, તમામ રાજ્યોની રજાઓની લિસ્ટ અલગ-અલગ હોય છે. આ રજાઓની સંપૂર્ણ લિસ્ટ RBIની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે, જે રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ જાણકારી આપે છે.
બેંકોમાં રજા દરમિયાન ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકે છે.ગ્રાહકો ઘરે બેઠા જ નેટ બેંકિંગ (Net Banking), ઓનલાઈન બેન્કિંગ (Online Banking), મોબાઈલ બેંકિંગ (Mobile Banking) અને યૂપીઆઈ (UPI) દ્વારા એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. એટીએમ (ATM)માંથી પણ પૈસા ઉપાડી શકાય છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
