News of Sunday, 22nd September 2024
ખળભળાટ: લેબેનોનમાં થયલા પેજર બ્લાસ્ટમાં ભારતીય મૂળના 37 વર્ષિય યુવકનું નામ આવ્યૂ
કેરળ પોલીસે રવિવારે તેની પારિવારીક પૃષ્ઠભૂમિની તપાસ કરી: પરિવિરજનોએ કહ્યું કે તેને સંપૂર્ણ ખાતરી છે કે તે કોઈ ખોટું નહીં કરે

વાયનાડ: લેબેનોનમાં તાજેતરમાં થયલા પેજર બ્લાસ્ટમાં ભારતીય મૂળના ઉદ્યોગ સાહસિક 37 વર્ષિય રિનસન જોસનું નામ સામે આવ્યા બાદ કેરળ પોલીસે રવિવારે તેની પારિવારીક પૃષ્ઠભૂમિની તપાસ કરી છે. અલબત પોલીસે સ્પષ્ટતા કરી છે કે તે કોઈ ખાસ તપાસ નથી.
અધિકારીઓએ રિનસન જોસની પૃષ્ઠભૂમિની તપાસ કરી છે. તેમા કોઈ જ નવું નથી, જ્યારે પણ આ પ્રકારની માહિતી સામ આવે છે તો આમ જ થાય છે.
રિનસનના પરિવારે પોલીસ સુરક્ષાની વિનંતી કરી નથી. તેના મામા થેંકચને કહ્યું કે તેને સંપૂર્ણ ખાતરી છે કે તે કોઈ ખોટું નહીં કરે.તે વાયનાડમાં ઉછેર થયો હતો. તેણે 10 વર્ષ અગાઉ MBA કર્યા બાદ ભારત છોડી દીધું હતું. જ્યાં સુધી આપણે જાણીએ છીએ, તે હાલમાં નોર્વેમાં એક કંપનીમાં કામ કરે છે.
તેમણે જણાવ્યું કે રિન્સન ગયા વર્ષે નવેમ્બરમાં કેરળ આવ્યો હતો અને જાન્યુઆરીમાં ચાલ્યો ગયો હતો. દરમિયાન બીજેપી નેતા સંદીપ જી વેરિયરે રિનસન અને તેના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી છે. ભાજપના રાજ્ય સમિતિના સભ્ય વેરિયરે ફેસબુક પોસ્ટમાં કહ્યું, 'તે આપણા દેશના પુત્ર છે. તે મલયાલી છે. આપણે કોઈપણ કિંમતે રિનસન અને તેના પરિવારને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
