News of Sunday, 22nd September 2024
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અમલમાં મુકીઃ માત્ર ૯૦ દિવસમાં ગરીબને પોતાનું ઘર મળશે
પોતાનું ઘર નથી તેવા પરિવારો યોજના હેઠળ મકાન ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર હશે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 લાગુ કરી છે અને હવે માત્ર 90 દિવસમાં દરેક ગરીબને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ અને શહેરી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર આપવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, આ યોજના હેઠળ સરકાર એવા ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડે છે જેમની પાસે પોતાનું ઘર નથી. સરકાર દ્વારા આ યોજના હેઠળ દર વર્ષે લાખો લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. એવામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 લાગુ કરી છે અને હવે માત્ર 90 દિવસમાં દરેક ગરીબને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ અને શહેરી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર આપવામાં આવશે. સાથે જ હાલ આ યોજના માટે લાયક લોકોની યાદી ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે.
હવે આ યોજનામાં તે લોકો પણ સામેલ થશે જેમની પાસે ફ્રિજ અને મોટરસાઈકલ છે, સાથે જ 15 હજાર રૂપિયા સુધીની માસિક આવક ધરાવતા લોકો પણ લાભાર્થી બની શકશે. અગાઉ 10,000 રૂપિયાથી વધુ આવક અને રેફ્રિજરેટર, ટુ-વ્હીલર ધરાવતા લોકો આ યોજના માટે લાયક નહોતા. આ વખતે તેમને છૂટ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 આર્થિક રીતે નબળા વિભાગ (EWS), ઓછી આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) ના પરિવારોને આવરી લે છે જેમની પાસે પોતાનું ઘર નથી. આ પરિવારો યોજના હેઠળ મકાન ખરીદવા અથવા બાંધવા માટે પાત્ર હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જૂન 2015ના પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ધ્યેય એ હતો કે ગરીબી રેખા નીચે જીવતા દરેક પરિવાર પાસે પોતાનું ઘર હોવું જોઈએ જેથી તેમને ભાડા પર ઘર ન લેવું પડે.
આ યોજના માટે અરજી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. અરજી માટે જરૂરી દસ્તાવેજો રાજ્ય સરકારો દ્વારા નક્કી કરાયેલી એજન્સીઓને સબમિટ કરવાના રહેશે. પીએમ આવાસ યોજનાની વેબસાઇટ https://pmay-urban.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
