News of Sunday, 22nd September 2024
બેંગલુરુમાં એક મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવાઈઃ મહિલાના ૩૨ ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા
પોલીસને ક્રાઇમ સીન પર મૃતકના શરીરના ટુકડા તેના ઘરની અંદર એક રેફ્રિજરેટરમાં રાખેલા મળ્યા હતા

બેંગલુરુ, તા.૨૨,
બેંગલુરુમાં હત્યાનો એવો કેસ સામે આવ્યો છે, જેણે આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. ૨૯ વર્ષીય મહિલાની ક્રૂરતાથી હત્યા કરી તેના મૃતદેહને ૩૨ ટુકડામાં કાપીને ફ્રિજમાં રાખી દેવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ ૧૫ દિવસ પહેલા થઈ હતી. પોલીસને ક્રાઇમ સીન પર મૃતકના શરીરના ટુકડા તેના ઘરની અંદર એક રેફ્રિજરેટરમાં રાખેલા મળ્યા હતા.
હાલમાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે અને કેસની તપાસ કરી રહ્યા છે. આ હત્યા પાછળનો હેતુ અથવા શંકાસ્પદો વિશે હજુ કોઈ વધુ માહિતી મળી નથી. કમિશનરે જણાવ્યું કે હત્યાનો શિકાર થયેલી મહિલા બીજા રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી.
મૃતકના પરિવારજનોના આવ્યા પછી હત્યાની જાણ થઈ. સ્થાનિક લોકો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેના પછી ઘરનું તાળું તોડીને અંદર જતાં હત્યાની જાણ થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે તે મહિલા ત્રણ મહિના પહેલા જ આ જગ્યાએ ભાડાના મકાનમાં આવી હતી. પોલીસ અનુસાર ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વોડ અને FSL ટીમ પહોંચી હતી અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પરિવારના સભ્યો આવ્યા બાદ હત્યાનો ખુલાસો થયો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી, ત્યારબાદ જ્યારે સ્થાનિક લોકોએ ઘરનું તાળું તોડ્યું તો તે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાએ આ ઘર બે-ત્રણ મહિના પહેલા જ ભાડે લીધું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાનો પર્દાફાશ કરવા પહોંચી ગઈ હતી.
વર્ષ ૨૦૨૨માં દિલ્હીના મેહરૌલીમાં શ્રદ્ધા વોકર નામની છોકરીની પણ હત્યા કરી તેના શરીરના ૩૬ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. તે સમયે મૃતકના શરીરના ટુકડાઓને મેહરૌલીના જંગલમાં ફેંકી દેવાની ભયાનક ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. શ્રદ્ધા વોકરની હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા હાલમાં દિલ્હીની તિહાર જેલની એકાંત કોઠડીમાં બંધ છે. શ્રદ્ધાના પિતાની ફરિયાદ પછી પોલીસે આરોપી આફતાબને પકડ્યો હતો.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
